ફટાકડા વેંચાય છે.? તો નિયમોના પાલન કરાવોને નાગરીકોનુ જોખમ ઘટાડો

અનેક તકેદારી લેવાની હોય છે પરંતુ જુએ કોણ?

ફટાકડા વેંચાય છે.? તો નિયમોના પાલન કરાવોને નાગરીકોનુ જોખમ ઘટાડો
file image

Mysamachar.in-જામનગર

આંજે દિવાળી છે ત્યારે શહેરમાં કેટલાય સ્થળોએ  ફટાકડા વેચાણ થઇ રહ્યા છે, અને કેટલાય સ્થળોએ એસ્ટેટ સહિતના લગતતંત્રની મીઠી નજર હેઠળ નિયમો નેવે ફટાકડા વેચાણ થઇ રહ્યા છે, ત્યારે ફટાકડાથી જોખમ ન સર્જાય તે માટે કાયદા મુજબ અનેક તકેદારી લેવાની હોય છે તેના પાલન દરેક જગ્યાએ કરાવવા ફરજીયાત છે. આ અંગે વેચાણકારે જે બાંહેધરી આપવાની છે તે જોઇએ તો ફટાકડાના ધંધાના સ્થળ ઉપરની જગ્યાએ એક્સપ્લોઝીવ એકટ તથા પોલીસ અધિનિયમ હેઠળ જગ્યાની મર્યાદા મુજબ એક્સપ્લોઝીવ ડીપાર્ટમેન્ટ તથા પોલીસની સમક્ષ સતા ધ્વારા મંજુર કરેલ ખાનામાં જ દારૂખાનું રાખવાનું રહેશે મંજુર કરેલ માત્રા કરતા વધુ માત્રામાં દારૂખાનાનો જથ્થો રાખી શકાશે નહિ તેમજ  દુકાન પબ્લિક તેમજ ટ્રાફિકને નડતરરૂપ ન રહે તે રીતે રાખવી જોઇએ અને તમામ ફટાકડા સુકી તેમક ખુલ્લી જગ્યામાં રાખવાનો નિયમ છે,

ઉપરાંત તમામ ખોખામાં ઉપર હાયલી એક્સપ્લોઝીવનું સ્ટીકર મારવું ફરજીયાત છે, અને નો-સ્મોકિંગ બોર્ડ મારવું જરૂરી છે વળી ફટાકડાની આજુબાજુમાં ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કીટ ન થાય તેનું ધ્યાન રાખવું તેમજ પાણીની બાલટી તેમજ એકસ્ટીગ્યુશર નજીકમાં રાખવા પડે, ઉપરાંત રેતીની ભરેલી થેલીઓ નંગ-૩ અથવા રેતી ભરેલી ડોલ-4 મુકવાની રહેશે અને પાણીના ભરેલા 200 લીટરના બેરલ નંગ-૩ મુકવાનું રહેશે સાથે પાણીની ડોલ નંગ-3 મુકવાની રહેશે ખાસ કરીને ફટાકડાના વેચાણની જગ્યાએ કોઈપણ પ્રકારનું લુઝ વાયરીંગ રાખવું નહિ. ફક્ત ટયુબ લાઈટો સાઇડમાં તેમજ આગળના ભાગે રાખવી તેમજ M.C.B ફીટ કરવું જરૂરી છે.

ફટાકડાનું વેચાણ ચાલે તેટલા સમય માટે ફટાકડા સિવાય અન્ય કોઈપણ સર સમાન દુકાનમાં રાખવો નહિ અને ડ્રાય કેમિકલ પાવડર એક્ષટીગ્યુંશર 6 કે.જી.ના નંગ – 2 મુકવાના રહેશે તેમજ સ્થળ ઉપર કોઇને સિગરેટ પીવી કે પીવાદેવી નહિ દુકાન પાસે ફટાકડા ફોડવા દેવા નહિ અને મહત્વનુ એ છે કે ફાયર ખાતા તરફથી આપવામાં આવેલ નિયમોનું પાલન ચુસ્તપણે કરવાનુ રહે છે જો આ નિયામોનું ઉલ્લંઘન એન.ઓ.સી. ઇસ્યુ કાર્ય બાદ માલુમ પડશે તથા જણાય તો ફાયર ખાતા તરફથી  એન.ઓ.સી.કેન્સલ પણ કરવામાં આવી શકે છે તથા આ અંગે  દંડનીય જોગવાઈ પણ છે ત્યારે જોઇએ હવે જામનગર શહેર જિલ્લા અને દ્વારકા જિલ્લામા આ નિયમ પાલનને બદલે શેરીએ અને ગલીએ ફટાકડાઓ વેચાણ થઇ રહ્યા છે, ત્યારે સરકારી નિયમોની અમલવારી ક્યારે થશે તે જોવાનું છે.