બાંધણીની દુકાનમાં આગ..મચી અફડાતફડી
ચોક્કસ કારણ નથી આવ્યું સામે

Mysamachar.in-જામનગર:
જામનગર શહેરના જયશ્રી સિનેમાવાળી ગલીમાં આવેલ નક્ષત્ર આર્ટ નામની બાંધણીની દુકાનમાં આજે બપોરના સુમારે આગ લાગવાની ઘટના સામે આવી છે,પ્રાથમિક વિગતો જે જાણવા મળી રહી છે તે મુજબ દુકાનમા આવેલ એસીમાં બ્લાસ્ટ થતાં લાગી આગ હોય તેવું તારણ નીકળી રહ્યું છે,બનાવની જાણ થતા ફાયર વિભાગની બે ગાડીઓ પણ ઘટનાસ્થળ પર પહોચી અને આગને કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો,આ વિસ્તાર મા લોકોની અવરજવર વધુ રહેતી હોય થોડીવાર પુરતી અફડાતફડી પણ મચી જવા પામી હતી.