રૂપકડુ ચિત્ર દર્શાવી ઓડીટથી આબાદ બચતુ ફાયર..

રીપેરીંગ,મેન્ટેનન્સ,કોલ,ઘસારો,તમામ અસ્પષ્ટતા..

રૂપકડુ ચિત્ર દર્શાવી ઓડીટથી આબાદ બચતુ ફાયર..

Mysamachar.in-જામનગર:

જામ્યુકોની ફાયર શાખામાં એક ખાસ ખુબી એ છે કે તે રૂપકડુ ચિત્ર દર્શાવી ઓડીટથી આબાદ બચતુ જ રહે છે,સૌ પ્રથમ તો એકાઉન્ટ શાખાની ઝાટકણી કાઢી તસલમાત પુરે તેવો ઓડીટ વિભાગે સ્પષ્ટ આદેશ કર્યો છે કે,ખાનગી પેઢીને તસલમાત આપવાની જ ન હોય તે ગેરકાયદેસર ગણાય તેમ છતાં નિપુણ ફાયર શાખાના અનેક નમુનામાંથી એક નમુનો જોઇએ તો ડીઝલનું બીલ ચુકવવાનું હતું,રૂપિયા ૫,૫૦,૦૦૦ અને ચુકવી દીધુ રૂપિયા ૫,૫૧,૦૦૦ હવે  થયુ એવું કે રૂપિયા ૧ હજાર ક્રેડીટ આપી દીધી પેટ્રોલપંપને ક્રેડીટ આપી તે તો તસલમાત જ ગણાય,હવે ખાનગી પેઢીને તસલમાત આપવાની તો મનાઇ છે તેમ છતાં આમ કેમ થયું?

ઓડીટ વિભાગે પેરા કાઢયો કે એક તો ખાનગી પેઢીને તસલમાત કેમ આપી દીધી? બીજો પેરા એ હતો કે ક્રેડીટ આપીને સરભર કરી કે કેમ? આ બાબત અંગે પછીના તુરંતના સબમીશનમાં કંઇ સ્પષ્ટતા જ ન કરવામાં આવી.આ ઉપરાંત ઓડીટે પુછયુ કે ફાયર સર્વિસ આપવા જાઓ છો તે તમામના બીલની વસુલાત થઇ ગઇ? કેમ કે છેલ્લા એક વર્ષની જ ૨૬ પાર્ટીની વસુલાત હજુ બાકી જ છે તે વસુલાત થતી કેમ નથી? તેવો જે પેરા વધુ એ હતો કે એમ્બ્યુલન્સ ભાડે અપાય છે તેના ચાર્જ વસુલાતા નથી.ઉભડક ચાર્જ વસુલાય છે..તેનું કારણ સ્પષ્ટ કરવુ જરૂરી છે.આવા અનેક મુદાઓની સ્પષ્ટતા માંગવામાં આવી છતાં ફાયર વિભાગ છટકતુ રહ્યું છે..અને આબાદ છટકતુ જ રહે છે તે વિશેષતા છે.


રીપેરીંગ,મેન્ટેનન્સ,કોલ,ઘસારો,તમામ અસ્પષ્ટતા
ફાયર વિભાગ ઇમરજન્સી સર્વિસ છે,જે આવકાર્ય છે,અનિવાર્ય છે,જરૂરી છે,લોકોની જીંદગી બચાવવા તાકીદની સેવા છે તેમાં કંઇ મીનમેક જ નથી પરંતુ તેની સામે વાહનોના રીપેરીંગ,મેન્ટેનન્સ,કોલ,ઘસારો,ખર્ચ વગેરેના રેકર્ડ સ્પષ્ટ રજૂ ન થતાં હોવાની પણ ચર્ચા છે.