Mysamachar.in-:જામનગર:
ગુજરાતમાં દિવસે ને દિવસે દારૂ નું ચલણ વધી રહ્યું છે, બુટલેગરો બેફામ બની રહ્યા છે, અને સરકાર દારૂબંધીની વાતો કરી રહી છે, એવામાં બેફામ બનેલા બુટલેગરોએ જામનગરમાં પોલીસની હત્યા નિપજાવવાની કોશિશ કર્યાની ફરિયાદ નોંધાઈ છે, વાત એવી છે કે સીટી સી ડીવીઝન પોલીસ બાતમીના આધારે વામ્બે આવાસ નજીક દારૂ ઝડપી પાડવા માટે પહોચી હતી, દરમિયાન ફોર્ચ્યુંનર કારમાંથી ૩૬૦ બોટલ દારુ સહીત 1આરોપીને 6.82 લાખના દારુ અને કાર સહિતના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો,
ઝડપાયેલા આરોપી અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો જેવો માહોલ ત્યારે થયો જયારે સી ડીવીઝન પોલીસ સ્ટાફ GJ 10 BR 7967 નંબર વાળી ખાનગી મારૂતી સ્વીફટ ડીઝાઇરમા વોચમા હતા તે દરમ્યાન GJ 27 BS 0412 નંબર વાળી ફોર્ચયુનર કારમા ભારતીય બનાવટની વિદેશી દારૂની હેરાફેરીમા ઉપયોગમા લેવાયેલ ફોર્ચયુનર કારના ચાલક તથા તેમા બેસેલા અન્ય બે ઇસમોએ પોલીસને મારી નાખવાના ઇરાદે પોતાની ફોર્ચયુનર કાર રીવર્સ લઇ પોલીસની ખાનગી કાર જેના રજી નં GJ 10 BR 7967 ને ટકકર મારી ઢસળીને દીવાલ સાથે દબાવી દઇ તેમજ ગાડીમા આગળ મોહરા તથા પાછળના બમ્પરના ભાગે નુકશાન કર્યાની પણ અલગ થી ફરિયાદ નોંધાઈ છે. પોલીસે દારૂના જથ્થા સાથે રામક્રિષ્ન સાંવતારામ કાલીયાણાને ઝડપી પાડ્યો છે, જયારે અન્ય ત્રણ સુનિલકુમાર બાબુરામ ગોદાર, પ્રુથ્વીરાજસિહ ઉર્ફ બાબો, વિજય માણેકને ઝડપી પાડવા કવાયત તેજ કરી છે.