અમદાવાદ અને રાજકોટનું દંપતી જામનગરમાં ઘુસી ગયા બાદ નોંધાયો ગુન્હો 

હાલ અન્ય જિલ્લાઓમાં પ્રવેશવા પર છે પ્રતિબંધ 

અમદાવાદ અને રાજકોટનું દંપતી જામનગરમાં ઘુસી ગયા બાદ નોંધાયો ગુન્હો 

Mysamachar.in-જામનગર

રાજ્યમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે લોકડાઉન ચાલુ રહ્યું છે, અને પોલીસ જાહેરનામાની અમલવારી કરાવી રહી છે, એવામાં જામનગર શહેરમાં પ્રવેશી ચુકેલા અમદાવાદ અને રાજકોટના દંપતી વિરુદ્ધ જાહેરનામાં ભંગનો ગુન્હો પોલીસ દ્વારા દાખલ કરી તેમને કોરનટાઈન કરવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે, રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં વસવાટ કરતા જાવીદ ઈબ્રાહીમ જ્ન્નર  અને તેની પત્ની રોશન જાવીદ જ્ન્ન્રર જામનગર શહેરમાં પ્રતિબંધ હોવા છતાં પણ ઘુસી આવતા એલસીબીએ તેની વિરુદ્ધ જાહેરનામાં ભંગનો ગુન્હો દાખલ કરવાની કાર્યવાહી કરવમાં આવી છે,

તો અમદાવાદ રહેતા અને જામનગરની હદમાં પ્રવેશ કરનાર અન્ય એક દંપતી રાહુલ રસિકભાઈ વ્યાસ અને તેની પત્ની ચેતનાબેન રાહુલભાઈ વ્યાસ સામે પણ પ્રતિબંધ હોવા છતાં પણ જામનગરની હદમાં પ્રવેશતા ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. કોરોના મહામારીના કારણે આંતર જીલ્લા આવન-જાવન પર પ્રતિબંધ લાદવામાં આવેલ છે, ઇમરજન્સી સિવાય એક શહેરથી બીજા શહેરમાં જવાની માનઇ છે, આવા સંજોગો વચ્ચે રાજકોટમાં કોરોનાના હોટસ્પોટ બનેલા જંગલેશ્ર્વર વિસ્તારનું એક દંપતિ અને અમદાવાદનું એક દંપતી જામનગર શહેરમાં ઘુસી ગયા બાદ ખીજડીયા બાયપાસ સહિતની ચેકપોસ્ટ પર ચેકીંગને વધુ મજબુત કરી દેવામાં આવ્યું છે.