જામનગર:મહિલા તબીબ ઉજ્જવલા સાઠેય વિરુદ્ધ નોંધાયો ગુન્હો..

આ હતો એ મામલો...

જામનગર:મહિલા તબીબ ઉજ્જવલા સાઠેય વિરુદ્ધ નોંધાયો ગુન્હો..

Mysamachar.in-જામનગર:

જામનગરના ટાઉનહોલ સર્કલ નજીક સંકલ્પ હોસ્પિટલ ચલાવતા ગાયનેક મહિલા તબીબ ડો. ઉજ્જવલા સાઠેય વિરુદ્ધ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે, વાત એવી છે કે થોડાદિવસો પૂર્વે જામનગર સીટી બી ડીવીઝનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી કોમલબેનની ડીલેવરી  ડો. ઉજવલ્લા સાઠેય ને ત્યાં કરવામાં આવી હતી, પરંતુ ડોક્ટર પોતે નિષ્ણાંત હોવા છતા કોમલબેનની સીઝીરીયન ઓપરેશન કરેલ તે વખતે કોઈ ખાસ લોહીની વેન કપાઈ જવાથી દર્દીનુ મોત થઈ શકે તેવી જાણકારી હોવા છતા ડો. ઉજ્જવલા સાઠેય થી ઓપરેશનમા કોઈ ગંભીર ભુલથી લોહીની પરીભ્રમણ કરતી કોઈ ખાસ વેન કપાઈ ગયેલનુ જાણતા હોવા છતા મૃતક પોલીસકર્મી મહિલાને લોહી બંધ થતુ નથી તેમ કહી જી.જી.હોસ્પીટલમા રીફર કર્યા હતા, જ્યાં જી.જી.હોસ્પિટલમાં તેણીનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારજનો દ્વારા ડો. ઉજવલ્લા સાઠેય વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા, જે બાદ પોસ્ટમોર્ટમ સહિતના રીપોર્ટ અને પ્રાથમિક તપાસ બાદ મૃતક મહિલા પોલીસકર્મી કોમલબેનના પતિ રોહિત પરમારની ફરિયાદને આધારે કલમ ૩૦૪ મુજબ સંકલ્પ હોસ્પિટલના ડો. ઉજ્જવલા સાઠેય  વિરુદ્ધ સીટી બી ડીવીઝનમા ફરિયાદ નોંધાતા પીએસઆઈ વાળાએ તપાસ શરૂ કરી છે.
 


-દર્દીની સ્થિતિ બગડે એટલે સરકારી હોસ્પિટલમાં ધક્કો મારી દેવાની ખાનગી તબીબોની ટેવ...
તગડા રૂપિયા દર્દીઓ પાસેથી પડાવી લેતા કેટલાય ખાનગી તબીબો જયારે કોઈ દર્દીની સ્થિતિ બગડ્ત્તી જણાઈ આવે એટલે જો દર્દીની સ્થિતિ વધુ બગડે તો પોતાની હોસ્પિટલનું નામ ખરાબ ના થાય તે માટે સરકારી હોસ્પિટલમાં કોઈ પણ બહાને ધક્કો મારી દે છે, જેથી દર્દીની હાલત સુડી વચ્ચે સોપારી સમાન બની જાય છે.