લે...જેલની ગટરમાંથી મોબાઈલ મળ્યો..!

 અગાઉ પણ યેનકેન પ્રકારે...

લે...જેલની ગટરમાંથી મોબાઈલ મળ્યો..!
file image

Mysamachar.in-રાજકોટ:

આમ તો જેલમાં મોબાઈલ પાનમસાલા સહિતની ચીજવસ્તુઓ પ્રતિબંધિત હોય છે , પણ જયારે જયારે જેલોમાં ચેકિંગ થાય ત્યારે આવી પ્રતિબંધિત ચીજવસ્તુઓ ઝડપાઈ જવાની ફરિયાદો દાખલ થાય છે, રાજકોટની મધ્યસ્થ જેલમાં ગટરમાંથી એક મોબાઈલ ફોન મળી આવતા પ્ર.નગર પોલીસ મથકે ગુન્હો દાખલ કરાયો છે.રાજકોટ મધ્યસ્થ જેલના કોટવાળી વિસ્તાર અને નવી જેલ-2 યાર્ડ નં.1 ની પાછળના ભાગેથી પસાર થતી ગટરમાંથી સીમકાર્ડ સાથે આ મોબાઈલ મળી આવ્યો હતો આ અંગે રાજકોટ મધ્યસ્થ જીલ્લા જેલના ગ્રુપ-2 નાં ઈન્ચાર્જ જેલરે પ્રદ્યુમનનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમાં જણાવ્યા મુજબ તા.4-4-2022 ના રોજ સાંજે 4.40 વાગ્યે આસપાસ જેલનાં સ્થાનિક ઝડતી સ્કવોડના સુબેદાર તેમનાં સ્ટાફ સાથે જેલના કોટયાળી વિસ્તાર અને નવી જેલ-2, યાર્ડ નં.1 ની પાછળના વચ્ચેનાં ભાગે ઝડતી કરતા હતા. ત્યારે ગટરનું ઢાંકણું ખોલતા ગટરમાંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો.જેની ડીસ્પ્લે તુટેલી હતી. જોકે, ફોનમાંથી સીમકાર્ડ મળી આવ્યુ હતું.બિનવારસી હાલતમાં મળેલો ફોન કોણ અને કયારે જેલમાં લાવ્યુ તે સામે આવ્યું નથી જે તપાસનો વિષય છે.