Mysamachar.in-ગુજરાત:
રાજ્યમાં મંત્રીઓ બુમબરાડા કરી કરીને થાકી જાય છે અને લાંચિયા બાબુઓ સાંભળે તો નહિ, અહી તો લેવા જ બસ એક જ વાત…એવામાં રાજ્યમાં કેટલાક દિવસોથી દિવાળી સહિતના તહેવારોમાં વોચ રાખવાને લઈને સક્રિય થયેલ એન્ટી કરપ્શન બ્યુરોએ ગઈકાલે રાજ્યમાં એક જ દિવસમાં 4 સફળ ટ્રેપો અલગ-અલગ જિલ્લાઓમાં જુદા-જુદા વિભાગોમાં કરી છે.જેની વિગતો પર નજર કરવામાં આવે તો…
સૌ પ્રથમ પહેલી ટ્રેપની વાત સાબરકાંઠા જીલ્લાની વાત કરવામાં આવે તો અહી હિંમતનગર રાયગઢ હાઇવે પર આવેલ પેટ્રોલપંપનુ સ્ટેમ્પીંગ કરવા મામલે તોલમાપ વિભાગના વર્ગ-3 ના કર્મચારી હેમંતકુમાર ખીમજીભાઇ વાણવીએ રૂ.15 હજારની માગણી કર્યા બાદ શનિવારે લાંચની રકમ લેતાં એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યો છે,પેટ્રોલપંપ સંચાલકોને દર વર્ષે પંપનું સ્ટેમ્પીંગ કરાવવાનુ હોય છે. જેમાં તોલમાપ વિભાગ ફ્યૂઅલનું મેજરમેન્ટ કરી યોગ્ય માપ કરી સીલ કરી આપતો હોય છે. જે પ્રક્રિયા તદ્દન નિ:શુલ્ક હોય છે.પેટ્રોલપંપ પર દરવર્ષની જેમ સ્ટેમ્પીંગ કરાવવુ જરૂરી હોઇ તોલમાપ વિભાગનો સંપર્ક કરતાં વર્ગ-3 ના સિનિયર નિરિક્ષક હેમંતકુમાર ખીમજીભાઇ વાણવી એ સ્ટેમ્પીંગ માટે ચકાસણી કરી સીલ મારવાની કામગીરી પેટે રૂ. 15 હજારની માંગણી કરી હતી.તોલમાપ વિભાગની માગણીને તાબે ન થવા માંગતા પેટ્રોલપંપ સંચાલકે એસીબીનો સંપર્ક કરતાં તા.30-10-21 ના રોજ પેટ્રોલપંપ પર જ સ્ટેમ્પીંગ કર્યા બાદ લાંચની રકમ આપવાનું નક્કી કર્યુ હતું અને હેમંતકુમાર વાણવી નક્કી કર્યા મુજબ શનિવારે પંપ ઉપર આવી રૂ. 15 હજારની માગણી કરી સ્વીકારતા વોચમાં રહેલ એસીબી ટીમે લાંચ લેતાં રંગેહાથ ઝડપી લીધા હતો,
જયારે બીજા કિસ્સાની વાત કરવામાં આવે તો મહેસાણાના વિજાપુર તાલુકામાં ઈકો ગાડીઓમાં પેસેન્જર ભરવા મામલે એક ટીઆરબી જવાન ગોવિંદજી શંકરજી વિહોલ જે વિજાપુર પોલીસ મથકમાં ફરજ બજાવે છે, તેણે પેસેન્જર ભરવા મામલે એક ઈકો ગાડી ચાલક પાસે 900 રૂપિયાની લાંચ માગી હતી. જે મામલે જાગૃત નાગરિકે ACBને જાણ કરતા મહેસાણા ACB સ્ટાફ દ્વારા વિજાપુરની આનંદપુરા ચોકડી પાસે છટકું ગોઠવ્યું હતું. જેમાં ઝડપાયેલા બે આરોપીઓએ ફરિયાદીની ઈકો ગાડીમાં પેસેન્જર ભરવા બાબતે લાંચ પેટે મહિનાના 300 રૂપિયા લેખે 3 મહિનાના 900 રૂપિયાની માગ કરી હતી. જે રકમ ફરિયાદી આરોપીઓને આપવા માંગતો નહોતો. જેથી તેણે ACB જાણ કરતા ટીમે છટકું ગોઠવ્યું હતું. જેમાં એક ખાનગી માણસ અજુમભાઈ આયુબભાઈ કુરેશી અને ટીઆરબી જવાન ગોવિંદજી શંકરજી નામનો ઈસમ એસીબીની ટ્રેપમાં 900 રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.
જયારે ત્રીજા કેસમાં જી.આર.ડી.સભ્ય ગરબાડા પોલીસ સ્ટેશન જી. દાહોદમાં ફરજ બજાવતા આરોપી રામસીંગભાઇ ખાતીયાભાઇ ભુરીયાએ આ કેસના ફરીયાદીની ગયા વર્ષ જુન-2020 માં જી.આર.ડી. ના નવા સભ્યોની ભરતીમાં પસંદગી થયેલ. તાલીમ લીધા બાદ જી.આર.ડી. સભ્ય તરીકે ગરબાડા પોલીસ સ્ટેશન ખાતે નિમણુક થયેલ જેથી ફરીયાદી તારીખ ૦૪.૧૦.૨૦૨૧ ના રોજ પોલીસ ચોકી, ગાંગરડી ખાતે આરોપીને હાજર થવા માટે મળેલ ત્યારે આરોપીએ જણાવેલ કે, જો ફરિયાદીએ આવતા મહિનાથી નોકરી ઉપર હાજર થવુ હોય તો રૂા.7000 આપવા પડશે ફરિયાદી પાસે તા.30/10/2021 સુધીનો સમય છે તેમ જણાવેલ જે લાંચની રકમ ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય ફરીયાદીએ એસીબીને કરેલ ફરિયાદને આધારે લાંચના છટકાનું આયોજન કરતાં છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી પાસે 7000/- ની લાંચની માંગાણી કરી સ્વીકારી સ્થળ ઉપરથી પકડાઇ ગયો હતો,
તો ચોથી ટ્રેપમાં નાયબ ઓડીટર સરદાર સરોવર નિગમ (નર્મદા નિગમ) વર્ગ-૩, ગાંધીનગર ખાતે ફરજ બજાવતા આરોપી પ્રકાશભાઇ પોપટલાલ દરજી જે સરદાર સરોવર નિગમ (નર્મદા નિગમ)માં નાયબ ઓડીટર તરીકે ફરજ બજાવે છે, અને એસીબીના આ કેસના ફરિયાદ સરદાર સરોવર નર્મદા નિગમમાંથી આશરે ચાર માસ પહેલા વય નિવૃત થયેલ હોય જેઓનું પગાર બાંધણીનું સ્ટીકર તેમને આપવા માટે તેમની પાસેથી રૂ.2000 ની લાંચની માંગણી કરતા હોઇ પરંતુ ફરીયાદી લાંચ આપવા માંગતા ન હોઇ એસીબીનો સંપર્ક કરતા એસીબીએ ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતા છટકા દરમ્યાન પંચોની હાજરીમાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ માંગી પોતાની કચેરીના ટેબલના ખાનામાં લાંચની રકમ મુકાવી ઝડપાઇ ગયેલ છે.