નાયબ મુખ્યમંત્રી પર કોણે ફેંક્યું હતું ચપ્પલ જાણી લો..

પોલીસે 1 ને તો ઉઠાવી લીધો, બીજાની શોધખોળ ચાલુ

નાયબ મુખ્યમંત્રી પર કોણે ફેંક્યું હતું ચપ્પલ જાણી લો..

Mysamachar.in-વડોદરા

બે દિવસ પૂર્વે કરજણ પેટા ચૂંટણીના પ્રચાર માટે કુરાલી ખાતે પહોચેલા નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ પર ચપ્પલ ફેંકાવનાર શિનોરના કોંગી કાર્યકર રશ્મિન પટેલની લોકલ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. એલસીબીને બાતમી મળી હતી કે, શિનોરનો રશ્મિન પટેલ નામનો વ્યક્તિ લોકોને કહી રહ્યો હતો કે, તેનો ચપ્પલ નાખવાનો પ્લાન સફળ રહ્યો છે અને હવે સેલિબ્રેશન કરવામાં આવશે. પોલીસે રશ્મિન પટેલની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. તેની સાથે સંડોવાયેલા અન્ય આરોપીની પોલીસ તપાસ કરી રહી છે.

પોલીસ દ્વારા રશ્મિન પટેલના મોબાઈલ ડેટા તપાસતા તેમાંથી ઓડિયો ક્લિપ પણ મળી હતી. જેમાં રશ્મિન પટેલ અમિત સાથે વાતચીત કરે છે કે ‘નીતીન પટેલ પર ચંપલ ફેંકવાનો પ્લાન સફળ રહ્યો છે.જ્યારે મારા માણસો દ્વારા મે આ કામ કરાવ્યું છે. તમારે એમની સાથેની મિટીંગ આગામી સમયમાં હું કરાવી દઈશ. પોલીસે રશ્મીન પટેલ વિરૂધ્ધ કાવતરૂ રચવા તેમજ હુલ્લડ અને વિક્ષેપ ઉભો કરવા બદલ ગુનો નોંધાયો છે. જો કે રશ્મીન સાથે ફોન પર વાત કરનાર અમીત વડોદરાનો છે.અને  તે કોગ્રેસનો પ્રચાર-પ્રસાર કરે છે. જ્યારે નાયબ મુખ્યમંત્રીની સભામાં વિક્ષેપ ઉભો કરવા માટે ચપ્પલ ફેંકાયું હોવાનું પોલીસ માની રહી છે.