આ નાયબ કલેકટરની થઇ ધરપકડ, મોબાઈલ પણ જપ્ત, શું છે મામલો જાણો 

અમદાવાદ સાઈબર ક્રાઈમેં કરી ધરપકડ 

આ નાયબ કલેકટરની થઇ ધરપકડ, મોબાઈલ પણ જપ્ત, શું છે મામલો જાણો 
file image

Mysamachar.in-અમદાવાદ:

આજના વર્તમાન સમયમાં સોશ્યલ મીડિયા એક એવું પ્લેટફોર્મ બન્યું છે અને સોશ્યલ મીડિયાથી દરેક લોકો જોડાય રહ્યા છે, ત્યારે સોશ્યલ મીડિયાના વધતા ક્રેઝ સાથે સાઈબર ક્રાઈમના કિસ્સાઓનું  પ્રમાણ પણ વધી ગયું છે. સોશિયલ મીડિયામાં છેડતી, યુવતીઓને હેરાન કરવાના એકબીજાને સોશ્યલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં યુવતીઓને ગંદા મેસેજ મોકલવા, બિભત્સ ફોટો મોકલવા સહિત ધમકી આપવી જેવા કિસ્સાઓ બનતા હોય છે. આવા જ એક કિસ્સામાં ઉચ્ચ અધિકારીની સંડોવણી પણ બહાર આવી છે, અરવલ્લી જીલ્લાના મોડાસાના  પ્રાંત અધિકારીની શરમજનક હરકતનો મામલો સાઈબર ક્રાઈમ અમદાવાદ સુધી પહોચ્યા બાદ આ અધિકારીની ધરપકડ કરવામાં આવતા રાજ્યના મહેસુલ વિભાગના અધિકારીઓમાં આ મામલો ભારે ચર્ચાનો વિષય બન્યો છે,

મોડાસા પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા મયંક પટેલીની અમદાવાદ સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. આક્ષેપ એવો છે કે આ અધિકારી સોશિયલ મીડિયામાં મહિલા સરકારી કર્મચારીને મેસેજ દ્વારા  હેરાન કરતો એટલું જ નહી યુવતીઓને બિભત્સ ફોટો મોકલતો, સાયબર બુલિગ અને ધમકી આપવાના કેસમાં પ્રાંત અધિકારીને સાઈબર ક્રાઈમે ધરપકડ કરતા સનસનાટી મચી જવા પામી છે.

મોડાસાના પ્રાંત અધિકારી મયંક પટેલની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાંત અધિકારી સાથી કર્મચારી અને સરકારી મહિલા કર્મચારીને, બિભત્સ મેસેજ મોકલતો હતો. મહિલા કર્મચારીને હેરાન કરી ધમકી આપવા મામલે મહિલાએ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં છેલ્લા એક વર્ષથી મંયક પટેલ યુવતીને બીભત્સ ફોટો અને મેસેજ કરી પરેશાન કરતો, જે મામલે પોલીસે મહિલા કર્મચારીને હેરાન કરી ધમકી આપવાના કેસ, સાયબર બુલિંગ કેસમાં સાયબર ક્રાઈમે પ્રાંત અધિકારીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.