રાજ્યમાં ખાતરના ભાવ ખરેખર વધ્યા છે કે... શું..? કૃષિમંત્રીએ આ કરી સ્પષ્ટતા..જાણો

વિક્રેતાઓ માટે પણ ફળદુએ કહી આ વાત...

રાજ્યમાં ખાતરના ભાવ ખરેખર વધ્યા છે કે... શું..? કૃષિમંત્રીએ આ કરી સ્પષ્ટતા..જાણો

Mysamachar.in-જામનગર:

છેલ્લા કેટલાક દિવસોથી સોશ્યલ મીડિયામાં રાજ્યમાં ખાતરના ભાવો વધ્યા હોવાની બાબતો સામે આવી રહી હતી, ત્યારે આજે આ મામલે રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફળદુનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે, ફળદુએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ખાતર ઉત્પાદક કંપનીઓએ કોઈ જ ભાવવધારો કર્યો નથી જેની સમ્પૂર્ણ માહિતી કૃષિમંત્રી દ્વારા મેળવવામાં આવી છે, અને ગુજરાતમાં ખાતરના જે ભાવ છે તે જ ભાવ એટલે કે જુના ભાવ પ્રમાણે દરેક વિક્રેતાઓ વિતરણ કરી રહ્યા છે,અને દરેક વિક્રેતાઓ પાસે ખાતરનો પુરતો જથ્થો હોવાની વાત ફળદુએ કરી છે,

કૃષિમંત્રી આર.સી.ફળદુએ વધુમાં કહ્યું કે રાજ્યમાં ખાતર વિતરણ કેન્દ્રો પર કૃત્રિમ તંગી ઉભી કરવામાં ના આવે અને કોઈ વિક્રેતાઓ કે અન્ય કોઈએ ખાતરની ખોટી સંગ્રહખોરી કરી ખેડૂતોને પરેશાન ના કરે... અને ખાતર વિક્રેતાઓએ રાબેતા મુજબ જ વેચાણ કરવું અન્યથા લાયસન્સ રદ સુધીના પગલા પણ સરકાર દ્વારા જરૂર લાગ્યે લેવામાં આવશે.આમ ખાતરના ભાવો વધ્યા હોવાની વાતનું ખંડન કૃષિમંત્રી દ્વારા આજે કરવામાં આવ્યું છે.