હાથમાં દંડો લઇને ‘રણચંડી’ બનેલા નાયબ મામલતદારનો વીડિયો વાયરલ

કચેરીમાં દંડાવાળી

હાથમાં દંડો લઇને ‘રણચંડી’ બનેલા નાયબ મામલતદારનો વીડિયો વાયરલ

Mysamachar.in-છોટા ઉદ્દેપુરઃ

સોશિયલ મીડિયા પર હાથમાં દંડો લઇને ગુસ્સો કરતી મહિલાનો વીડિયો હાલ વાયરલ બન્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો બોડેલી સેવાસદનનો છે અને વીડિયોમાં દેખાતી મહિલા છોટાઉદ્દેપુરના બોડેલી સેવાસદનમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. તેણીનો સ્ટેમ્પ વેન્ડર સાથે કોઇ બાબતે ઝઘડો થયો હતો. વાત એટલી વણસી કે નાયબ મામલતદારે હાથમાં દંડો લઇને ઉભું થવું પડ્યું. જો કે આ દરમિયાન કોઇએ મોબાઇલમાં વીડિયો ઉતારી લીધો. વીડિયોમાં કોઇ અપશબ્દ તો નથી બોલવામાં આવતા નથી પરંત કઇ બાબતે ઝઘડો થયો અને આ વીડિયો ક્યારનો અને કોણે ઉતાર્યો છે તે પણ જાણી શકાયું નથી. તો કહેવામાં આવી રહ્યું છે કે સ્ટેમ્પ વેન્ડર ટેબલ કુદ્યો હતો જેના કારણે નાયબ મામલતદારને ગુસ્સો આવ્યો હતો. જો કે Mysamachar.in આ કથિત વીડિયોની પુષ્ટી કરતું નથી, પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.