કરોડો રૂપિયાનો વેપાર કરતા મોટા મોલ કે માર્ટથી ફફડતા અધિકારીઓ નાના વેપારીઓ ઉપર શૂરા થઇ રહ્યા છે:રીટેલ વેપારી મહામંડળ

સંસ્થા તરફથી કાનુની પગલા ભરવાની પણ વિચારણા

કરોડો રૂપિયાનો વેપાર કરતા મોટા મોલ કે માર્ટથી ફફડતા અધિકારીઓ નાના વેપારીઓ ઉપર શૂરા થઇ રહ્યા છે:રીટેલ વેપારી મહામંડળ

Mysamachar.in-જામનગર

જામનગર મહાનગરપાલિકાની વ્યવસાય વેરા શાખા દ્વારા વેપારીઓ પાસેથી વ્યવસાય વેરો વસુલાત કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે ટીકાપાત્ર બની છે. પ્રમાણિક પણે કરવેરા ભરવા તે દરેક નાગરિકની ફરજ છે તેમાં ઇન્કાર હોઇ શકે નહીં. પરંતુ જે વેપારીઓ સ્વૈચ્છાએ નિયમિત રીતે કરવેરા જેવા કે વ્યવસાય વેરો દર વર્ષે ભરી દેતા હોય તેઓને પણ તંત્ર અન્યાયી રીતે નોટીસ ફટકારીને ચિંતામાં મુકી દે છે.

નાગનાથ ગેઇટ, અલંકાર હોટલ સામે પરચુરણ ચીજવસ્તુઓનો વેપાર કરતા અને માત્ર 35 થી 40 ચોરસ ફૂટની નાનકડી દુકાન ધરાવતા એક નાના વેપારીને 2011ની સાલમાં જે તે અધિકારીએ દર વર્ષે રૂા.500 વ્યવસાય વેરો ભરવો જોઇએ તેવી સુચના સાથે પ્રમાણપત્ર આપેલ છે. આમ છતા વર્ષો વર્ષ આ રકમ વધારીને રૂા.1250, 2019માં વસુલ કરી છે.

આમ છતા જામનગર મહાનગરપાલિકાના શૂરા અધિકારી કુદરતી ન્યાયના સિધ્ધાંત અનુસાર વેપારીને સાંભળવાની કોઇ પણ જાતની તક આપ્યા વગર છેક 2016થી કાયદાની અમલવારી કરવાની કલમ દર્શાવી તફાવતની રકમનો હિસાબ કરી ઉપરોકત વેપારીને રૂા.6,250 બાકી દર્શાવી તેના ઉપરનું વ્યાજ રૂા.3100 ભરી જવા એક તરફી નોટીસ મોકલતા પરચુરણ ચીજવસ્તુનો વેપાર કરતો વેપારી ડઘાઇ ગયો છે અને તેની 70-72 વર્ષની ઉંમરની માતા પણ ચિંતામાં મુકાઇ ગયા છે.!!

કરોડો રૂપિયાનો વેપાર કરતા મોટા - મોટા મોલ્સ કે માર્ટને કંઇ ન કરી શકતા આવા અધિકારીઓ નાના વેપારીઓ ઉપર શૂરા થઇ જાય છે, નાના રિટેલ વેપારીઓને બિનજરૂરી રીતે થતી આવી હેરાનગતિ અંગે અધિકારીઓ સામે સંસ્થા તરફથી કાનુની પગલા ભરવાનું વિચારાય રહી હોવાનુ રિટેલ વેપારી મહામંડળના પ્રમુખ શશિકાંત મશરૂએ જણાવ્યું છે.

- આ મુદ્દાઓનો પણ રજુઆતમાં ઉલ્લેખ

- નિયમિત વ્યવસાય વેરો ભરેલ હોવા છતાં પાછલા વરસથી નિયમ લાગુ કરી બાકી રકમ રૂપિયા 6250/= દર્શાવી તેના ઉપરનું વ્યાજ રૂપિયા 3100/= !! તો કેટલા ટકા વ્યાજ થયું ?

- 2011માં વ્યવસાય વેરા અધિકારીએ વાર્ષિક રૂપિયા 500/= વેરો ભરવો જોઇશે તેવી સૂચના આપી છે, તો રૂપિયા 2000/= શા માટે ?

- દુકાન માલિકનું અવસાન થઈ ગયું હોય તેવા કિસ્સામાં પણ સ્વ. ની સિનિયર સિટીજન પત્નિને વ્યવસાય વેરો ભરવાની નોટિસ મોકલતું તંત્ર !!

- વર્ષોથી ભૂતિયા નળ જોડાણ ધરાવતા લોકોને મામુલી રકમ લઈ કાયદેસરની માન્યતા આપતું તંત્ર તેવા લોકો પાસેથી કેમ વ્યાજ સહિત દંડ વસુલતું નથી ?