Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દુષ્કર્મની ઘટનાઓમાં સતતને સતત વધારો થઇ રહ્યો છે, એવામાં અતિ ધ્રુણાસ્પદ કહી શકાય તેવી ઘટના જોડીયામાં સામે આવી છે, જોડીયા તાલુકાના ગ્રામ્ય પંથકની સીમમાં રહેતા શ્રમિક પરીવારની અગીયાર વર્ષની માસુમ પુત્રી પર સગા પિતાએ જ દુષ્કર્મ આચર્યાનો બનાવ સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી પિતાને સકંજામાં લીઘો હોવાનુ જાણવા મળ્યુ છે. પરપ્રાંતિય શ્રમિક પરીવારની 11 વર્ષની માસુમ પુત્રી લગભગ ચારેક દિવસ પુર્વે ઘરે એકલી હતી અને તેના માતા વતનમાં ગયા હતા.
પુત્રીને તેના જ સગા પિતાએ હવસનો શિકાર બનાવી હતી. સતત બે દિવસ સુધી અમાનવીય કૃત્યથી માસુમ પણ એકદમ હતપ્રત બની ગઇ હતી અને સમગ્ર આપવીતીની તેની માતાને જાણ કરી હતી જેથી તુરંત જ પરત પહોચેલી માતાએ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. જયાં ભોગગ્રસ્તની માતા સહિતના પરિવારે આ ઘટનાથી પોલીસને માહિતગાર કરતા ફરીયાદ નોંધાઇ હતી.