પિતા પુત્રએ એકસાથે કર્યો આપઘાત, આર્થિક ભીંસ કે અન્ય કારણ.? પોલીસે શરુ કરી તપાસ 

રાજકોટના એક કોમ્પ્લેક્ષમાંથી મળ્યા મૃતદેહ 

પિતા પુત્રએ એકસાથે કર્યો આપઘાત, આર્થિક ભીંસ કે અન્ય કારણ.? પોલીસે શરુ કરી તપાસ 

Mysamachar.in-રાજકોટ

રાજકોટમાં પિતા પુત્રના એકસાથે આપઘાતના કિસ્સાથી ચકચાર મચી ગઈ છે. રાજકોટના ખોડિયાર ચેમ્બરમાં પિતા પુત્રએ સામુહિક આપઘાત કર્યો છે. બંને પિતા પુત્રએ ઓફિસમાં જ આપઘાત કરતા અરેરાટી ફેલાઈ ગઈ છે. રાજકોટના ST ડેપો નજીક આવેલી ખોડિયાર ચેમ્બર્સ આવેલ છે. આ ચેમ્બર્સની એક ઓફિસમાંથી આજે બે મૃતદેહો મળી આવ્યા હતા. જેમાં પિતા અને પુત્રએ એકસાથે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. સહકારનગર મેઇન રોડ પર રહેતા પ્રતાપ ભિમાણી અને તેના પુત્ર વિજય ભિમાણીએ આત્મહત્યા કરી છે. પિતાપુત્ર પર ૩ લાખ રૂપિયાનું દેણું હોવાથી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ છે. દેવુ વધી જતા પિતા પુત્ર આર્થિક ભીંસમાં આવી ગયા હતા. જેથી આ પગલુ ભર્યુ હોઈ શકે તેવું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે, ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. જોકે, સમગ્ર ઘટનામાં આપઘાતનું કારણ આ જ છે કે અન્ય કોઈ કારણ તે અંગે  હાલ તો એ ડિવિઝન પોલીસ તમામ તપાસ હાથ ધરી છે.