જામનગર:ST બસે અડફેટ લેતા પિતા પૂત્રનું મોત

મજુરીકામ કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું

જામનગર:ST બસે અડફેટ લેતા પિતા પૂત્રનું મોત

Mysamachar.in-જામનગર

રાજ્યમાં રોજ કોઈને કોઈ એવી અકસ્માતોની ઘટના સામે આવે છે, જેમાં કેટલાય લોકોને પોતાના પરિવારજનોને ગુમાવવાનો વારો આવે છે, વાત છે જામનગરના ઠેબાથી અલીયાબાડા તરફ જતા રોડની જ્યાં ગતરાત્રીના એક અકસ્માતની ઘટના સામે આવી જેમાં મજુરીકામ કરી પેટીયું રળતા એક પરિવારના પિતા પુત્રના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે, મૃતક 45 વર્ષીય રઘાભાઈ ઘુડાભાઈ સિંધવ અને તેનો પુત્ર 16 વર્ષીય અજય પોતાની બાઈક મારફત ઘરે જઈ રહ્યા હતા ત્યારે એસ.ટી.બસ નંબર GJ-18-Z-2271 એ પુરપાટ ઝડપે આવી બાઈકચાલક પિતાપુત્રને અડફેટ લેતા બન્નેનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું, પંચકોશી એ ડીવીઝન પી.એસ.આઈ. ડી.પી.ચુડાસમા સહિતનો પોલીસસ્ટાફ ઘટના સ્થળ પર દોડી મૃતકના પુત્રની ફરિયાદને આધારે એસ.ટી.બસ ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.