સાવકા પિતા-કાકાની બે દીકરીઓ સાથેની કરતૂત જાણી હ્યદય કંપી જશે !

માતા અને સંતાનોની હાજરીમાં જ અઢી વર્ષ સુધી....

સાવકા પિતા-કાકાની બે દીકરીઓ સાથેની કરતૂત જાણી હ્યદય કંપી જશે !

Mysamachar.in-રાજકોટઃ

રાજકોટના વીરપુરમાં હ્યદય કંપાવતી ઘટના સામે આવી છે, અહીં બે સગા સંતાનો અને પત્નીની હાજરીમાં બે સાવકી દીકરી પર પિતા-કાકાએ અઢી વર્ષ દુષ્કર્મ આચર્યું, એટલું જ નહીં આ દરમિયાન ગર્ભ રહીં જતાં પરિવારજનોએ જ ગર્ભપાત પણ કરાવ્યો હતો. વીરપુરમાં રહેતી 18 અને 16 વર્ષની સગીરા શનિવારે રાત્રે 9.30 વાગ્યે વીરપુર પોલીસ સ્ટેશને પહોંચી  પોતાના પર છેલ્લા અઢી વર્ષથી સાવકા પિતા તથા કાકા દુષ્કર્મ આચરતા હોવાની આપવીતી વર્ણવી હતી. પોલીસે યુવતીની ફરિયાદ પરથી બંને નરાધમો સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લીધા હતા. ભોગ બનનાર સગીરાની માતાને 14 વર્ષ પૂર્વે તેનો પતિ છોડીને જતો રહ્યો હતો. પતિ રાતોરાત નાસી જતાં પરિણીતાની હાલત કફોડી બની હતી, આથી તેણીએ 13 વર્ષ પૂર્વે વીરપુરમાં રહેતા શખ્સ સાથે બીજા લગ્ન કર્યા હતા.

મહિલાના બીજા લગ્ન દરમિયાન પણ એક પુત્ર અને એક પુત્રીનો જન્મ થયો, જો કે નોંધારી બનેલી બંને દીકરીઓને પિતાનો પ્રેમ આપવાને બદલે સાવકા પિતાએ નજર બગાડી અને અઢી વર્ષ પહેલા મોટી સાવકી પુત્રી પર સાથે બળજબરીથી શરીરસંબંધ બાંધ્યો, ત્યારબાદ એ ઘટના રોજિંદા બની ગઇ, મોટીપુત્રીને પીંખ્યા પછી નરાધમે નાની પુત્રી સાથે પણ બળજબરી કરવાનું શરૂ કર્યું હતું અને બંને પુત્રી સાથે શરીરસંબંધ બાંધતો હતો. બંને પુત્રી સાથે શારીરિક બળજબરી કરતો ત્યારે તેની પત્ની અને પોતાના બે સંતાન પણ બાજુમાં સૂતા હોય છતાં નરાધમ આ કૃત્ય આચરતો હતો. 

સાવકા પિતાની કરતૂતોની દુષ્પ્રેરણા લઇ તેનો નાનોભાઇ અને સગીરાનો અપરિણીત કાકાની પણ દાનત બગડી અને મોટી ભત્રીજી સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. અઢી વર્ષથી સાવકા પિતા અને કાકા બંને સગીરાઓને પીંખતા રહ્યાં. છ મહિના પૂર્વે મોટી પુત્રી પિતાના કરતૂતોને કારણે સગર્ભા બની હતી, આ અંગેની જાણ થતાં ગર્ભપાત પણ કરાવી નાખ્યો હતો. ફરી આ સીલસીલો ચાલુ રહ્યો, ગત શનિવારે રાત્રે નરાધમ સાવકા પિતાએ બંને સગીરાને માર માર્યો હતો, આથી કંટાળી બંને બહેનો લઘુશંકા કરવાના બહાને ઘરની બહાર નીકળી પાડોશીના ફોનથી 181ને ફોન કરી તેના સ્ટાફ સાથે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને પહોંચી હતી. પોલીસે સાવકા પિતા અને કાકા સામે ગુનો નોંધી બંનેને સકંજામાં લઇ સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.