જામનગરના ઉમેદવારોનું ભાવી EVMમા થયું સીલ,૨૩ મે ના થશે ફેસલો..

જાણો કઈ બેઠક પર કેટલું મતદાન

જામનગરના ઉમેદવારોનું ભાવી EVMમા થયું સીલ,૨૩ મે ના થશે ફેસલો..

Mysamachar.in-જામનગર:

જામનગર લોકસભા બેઠક માટે આજે સવારના ૭:૦૦ વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો હતો,અને ખુબ ઉત્સાહ સાથે પ્રથમ બે કલાકમા મતદારો મતદાન મથકો પર ખુબ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા,જે બાદ અમુક મતદાન મથકો પર EVM મશીનો,VVPAT મશીનો,સહિતની મશીનરી ખરાબ થઇ જવાના અનેક કિસ્સાઓ સામે આવતા મતદાન થોડી મીનીટો પૂરતું ઠપ્પ પણ થઇ જવા પામ્યું હતું,

તો આકાશમાંથી આગ ઝરતી ગરમી વચ્ચે બપોરે તો જાણે મતદાન મથકો પર એકલ-દોકલ મતદારો જ જોવા મળ્યા હતા,ત્યારે અંતે સાંજે ૬:૦૦ વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ જામનગર લોકસભા સીટ પર બે મુખ્ય પક્ષોના ઉમેદવારો ભાજપના પુનમબેન માડમ અને કોંગ્રેસના મુળુભાઇ કંડોરીયાનું ભાવી મતદારોએ EVM મશીનોમાં સીલ કરી દીધું છે,

ત્યારે જામનગર લોકસભા સીટ પર વિધાનસભા બેઠકવાઈઝ થયેલ,મતદાનના અંતિમ આંકડા પર નજર કરવામાં આવે તો જામનગર લોકસભાની ૭૬-કાલાવડ બેઠક પર ૫૪.૮૬%, ૭૭-જામનગર ગ્રામ્ય બેઠક પર ૬૨.૩૭%, ૭૮-જામનગર બેઠક પર ૬૨.૦૦% અને ૭૯-જામનગર બેઠક પર ૫૯.૫૫%, ૮૦-જામજોધપુર બેઠક પર ૫૬.૧૧%, ૮૧-ખંભાળિયા બેઠક પર ૫૮.૦૦%, ૮૨-દ્વારકા બેઠક પર ૫૫.૨૮% જેવુ મતદાન યોજાયું છે.આમ જામનગર લોકસભા બેઠક પર ૫૮.૨૬% મતદાન યોજાયાનું સતાવાર રીતે જાહેર થયું છે.

ત્યારે જે ઉમેદવારોનું ભાવી EVMમા સીલ થયું છે તેનું ભાવી આજથી બરોબર એક માસ બાદ EVM મશીનોમાંથી ખુલશે અને જામનગરથી દિલ્હીની ગાદી સુધી કોણ પહોચશે તેનો ફેંસલો થઇ જશે.