છકડો અને કાર અથડાતા 2 ના મોત 12 લોકો ઇજાગ્રસ્ત

અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકોને નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.

છકડો અને કાર અથડાતા 2 ના મોત 12 લોકો ઇજાગ્રસ્ત

Mysamachar.in-અમદાવાદ:

અમદાવાદના સાણંદ પાસે નળ સરોવર રોડ પર આવેલા રેથલ નજીકના ગોવિંદ ગામના પાટિયા પાસે છકડા અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. રવિવારે થયેલા આ જીવલેણ અકસ્માતમાં છકડાના બે કટકા થઈ ગયા, જ્યારે કારનો કુડચો બોલી ગયો હતો. આ ઘટનામાં 12 લોકોને ઇજા થઈ છે. જ્યારે 2 વ્યક્તિના મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં કારચાલકનું ઘટના સ્થળે તો એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકોને નજીકમાં આવેલી સાણંદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેતું ખસેડાયા છે. ઘટનાની જાણ થતાં જ GIDC પોલીસે ઘટના સ્થળે જઈને જરૂરી કાર્યવાહી કરી હતી. જે છાકડાંનો અકસ્માત થયો એમાં 15 મજૂર બેઠા હતા. જ્યારે કારની ટક્કર થઈ ત્યારે ડ્રાઇવરના કારમાં જ પ્રાણ પૂરા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસમાંથી ઘણા લોકો એકઠા થઈ ગયા હતા. યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.