Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખરીફ ઋતુમાં ભારે વરસાદથી થયેલા પાક નુકસાન અંગે 3700 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે, આ સહાય રાજ્યના 20 જિલ્લાના 123 તાલુકાના 37 લાખ હેક્ટરને મળશે. આ સહાય પેકેજથી રાજ્યના 27 લાખ જેટલા ખેડૂત ખાતેદારોને ખાતાદીઠ સહાયનો લાભ મળશે. આ વર્ષ ચોમાસામાં રાજ્યના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદને પરિણામે ખેતરોમાં પાણી ભરાવાને પરિણામે ખેતી પાકોને નુકસાન થયું છે. રાજ્યમાં ચાલુ સાલે ચોમાસાની શરુઆત સારી રીતે અને સમયસર થઈ હતી.
શરૂઆતના તબક્કામાં ખેતીને અનુકૂળ માફકસરનો વરસાદ થયો હતો અને રાજ્યના તમામ જિલ્લાઓમાં ખૂબ સારા ઉત્પાદનના સંજોગો હતા, પરંતુ ઓગસ્ટ માસ દરમિયાન રાજ્યના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદ થયો અને તેથી ખેતરોમાં પાણી ભરાવાને કારણે ખેતી પાકોને નુકસાનના અહેવાલ છે, જેમાં મુખ્યત્વે મગફળી, કપાસ, ડાંગર, તલ, બાજરી, કઠોળ, શાકભાજી વગેરે પાકોમાં નુકસાન થયું છે.
રાજ્યના ખેડૂતોને 33 ટકા અને તેથી વધારે પાક નુકસાન થયું હોય તો સહાય આપવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ હતી. થયેલ સર્વે મુજ્બ રાજ્યના 20 જિલ્લાના 123 તાલુકાના અંદાજિત 51 લાખ હેક્ટરથી વધુ વાવેતર વિસ્તાર પૈકી સહાયનાં ધોરણો મુજબ અંદાજિત 37 લાખ હેક્ટર વિસ્તાર સહાયને પાત્ર થશે. જેમાં 33 % અને તેથી વધુ પાક નુકસાનીના કિસ્સામાં વધુમાં વધુ 2 હેક્ટર માટે રૂ. 10 હજાર પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે. વધુમાં ખેડૂત ખાતેદાર ગમે તેટલી ઓછી જમીન ધરાવતા હોય તોપણ તેમને ઓછામાં ઓછા રૂ. 5 હજાર ચૂકવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. ઉપરાંત રાજ્યના અન્ય તાલુકાઓમાં પાક નુકસાનીના આકલન આવશે તો રાજ્ય સરકાર એ અંગે પણ વિચારણા કરશે તેમ કૃષિમંત્રીએ જણાવ્યું હતું
-રાજ્યના આ 20 જિલ્લાના 123 તાલુકાને સહાય મળશે
કચ્છ અબડાસા , અંજાર, ભચાઉ, ભુજ, ગાંધીધામ, લખપત, માંડવી, મુંદ્રા , નખત્રાણા , રાપર
દેવભૂમિ દ્વારકા ભાણવડ ,. દ્વારકા , કલ્યાણપુર , ખંભાળિયા
ભરૂચ આમોદ, અંક્લેશ્વેર, ભરૂચ, હાંસોટ , જંબુસર ,ઝગડિયા ,નેત્રંગ , વાગરા , વાલિયા
પાટણ ચાણસ્મા , હારીજ, રાધનપુર ,સમી , સાંતલપુર, શંખેશ્વર
અમદાવાદ બાવળા, દેત્રોજ, ધંધૂકા, ધોલેરા, ધોળકા
મોરબી હળવદ માળિયા(મી.), મોરબી , ટંકારા , વાંકાનેર
જુનાગઢ ભેંસાણ , જૂનાગઢ , કેશોદ , માળિયા (હા), માણાવદર, માંગરોળ , મેંદરડા, વંથલી, વિસાવદર , જૂનાગઢ સિટી
અમરેલી અમરેલી , બાબરા, બગસરા, ધારી, જાફરાબાદ, ખાંભા, લાઠી, લિલિયા, રાજુલા, સાવરકુંડલા, કુકાવાવ
જામનગર ધ્રોલ, જામજોધપુર ,.જામનગર , જોડિયા ૫. કાલાવાડ , લાલપુર
પોરબંદર કુતિયાણા, પોરબંદર , રાણાવાવ
રાજકોટ ધોરાજી , ગોંડલ જામકંડોરણા, જસદણ ,જેતપુર, કોટડાસાંગાણી, લોધીકા, પડધરી , રાજકોટ, ઉપલેટા,વીછિયા
ગીર સોમનાથ ગીરગઢડા, કોડીનાર , સૂત્રાપાડા , તાલાલા, ઉના ,વેરાવળ
મહેસાણા બેચરાજી, કડી, મહેસાણા
બોટાદ બોટાદ બરવાળા ,ગઢડા, રાણપુર
સુરેન્દ્રનગર ચોટીલા, ચૂડા, દશાડા, ધ્રાંગધ્રા, લખતર, લીંબડી, મૂળી , સાયલા, થાનગઢ, વઢવાણ
ભાવનગર ભાવનગર, ઉમરાળા, વલ્લભીપુર, જેસર , મહુવા, શિહોર
સુરત બારડોલી મહુવા માંડવી (સુ) માંગરોળ, ઓલપાડ, ઉમરપાડા
નવસારી જલાલપોર
નર્મદા નાંદોદ
આણંદ સોજીત્રા, તારાપુર