Mysamachar.in-જામનગર
આ વર્ષે ભારે વરસાદ અને બાદમાં માવઠાઓથી પરેશાન ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે ટેકાના ભાવો કરતા ખુલ્લી બજારમાં અને ખાસ કરીને જામનગર હાપા યાર્ડમાં ખેડૂતોને પુરાભાવ અને રોકડા પૈસા મળી રહ્યા છે, પરિણામે ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચાણ કરવાનું માંડી વાળ્યું છે, જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની હરરાજી હાલ ચાલી રહી છે. તેમાં ખેડૂતોને તેની મગફળીની ઉપજ પ્રમાણે સારામાં સારા ભાવો મળી રહ્યાનું ચિત્ર ઉપસી રહ્યું છે,
વાત આજની કરવામાં આવે તો જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં રાજ્યમાં સૌથી ઊંચા મગફળી ના ભાવ જામનગર યાર્ડમાં મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી આજે 20 કિલો મગફળીના રેકર્ડ બ્રેક 1480 રૂપિયા ખેડૂતોને હરરાજીમાં મળ્યાનું ખુદ યાર્ડ સતાવાળાઓ જણાવે છે, અત્રે ઉલ્લેખનીય છે કે હાપા APMC માં મગફળીની મબલક આવક થતા યાર્ડ મગફળીથી લગોલગ ભરાઈ ગયું છે.