જામનગર ગ્રામીણ ક્ષેત્રોમાં અતિવૃષ્ટિના પ્રશ્ને ખેડૂત નેતા વશરામભાઈ રાઠોડે કલેકટર કચેરી ખાતે વિસ્તૃત રજૂઆત કરી

જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખે મુદ્દાસર રજૂઆત કરી

જામનગર ગ્રામીણ ક્ષેત્રોમાં અતિવૃષ્ટિના પ્રશ્ને ખેડૂત નેતા વશરામભાઈ રાઠોડે કલેકટર કચેરી ખાતે વિસ્તૃત રજૂઆત કરી

Mysamachar.in-જામનગર

હાલ ભલે તેવો કોઈ હોદા પર ના હોય છતાં પણ જામનગર ગ્રામ્ય સહિતના લોકોના ખેડૂતોના પ્રશ્નો માટે સતત ખડેપગે ઉભા રહી અને તંત્ર સુધી ના માત્ર રજુઆતો પણ પરિણામલક્ષી રજુઆતો જામનગર જીલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ વશરામ રાઠોડ કરી રહ્યા છે, અને તેના કારણે જ જામનગર ગ્રામ્ય વિસ્તારના લોકો પાસે તેની અપેક્ષાઓ વધી રહી છે, એવામાં તાજેતરમાં જ જામનગરમાં થયેલ અતિવૃષ્ટિ સંદર્ભે આજે તેવોએ વિસ્તૃત અને મુદ્દાઓની છણાવટ કરતી ગ્રામીણ પ્રજાના હિત સમી રજૂઆત કલેકટર કચેરીના પ્રતિનિધિને કરે છે.

ચાલુ વર્ષે શરૂઆતમાં વાવેતર કર્યું ત્યાર બાદ સમયસર પુરો વરસાદ ન થતા પાક નિષ્ફળ જતાં તેમાં ખેડુતોને વાવણી ખર્ચ પેટે એકરે 25 હજાર રૂપિયા થયો હતો ત્યાર બાદ હમણા અતી વરસાદ અને પુરના કારણે ખુબજ પાણી ફરી વળતા જમીન ધોવાણનો અંદાજ આવી શકે તેમ નથી તેટલું નુકશાન થયું છે. પશુધન ઘરવખરી ખેત ઉત્પાદન તેમજ દીકરીના કરિયાવરના કપડાં સુધી પાણીમા ગરકાવ થઈ ગયા છે તો આવા સંજોગોમાં સરકારે જવાબદારી સ્વીકારી ખેડૂતો અને ખેતી સાથે સંકળાયેલા મજદૂર તથા પશુધન સાથે સંકળાયેલા લોકોને આર્થિક પરિસ્થિતિ સુધારવા યોગ્ય સહાય આપવામાં આવે.

-ખેડૂતોના પાક ધીરાણ લોન માફ કરી નવુ ધીરાણ આપવામા આવે અને પાક નિષ્ફળ જતા એકર 25 હજાર 10 એકરની મર્યાદામા આપવામાં આવે.

-જમીન ધોવાણમા આધુનિક મશીનરીથી માટી પુરાણ કરી દેવા આયોજન કરવામાં આવે જે ખેતરોમા માટી પુરાણ કરવા જે ખર્ચ થાય તે એકટનના બજાર ભાવે જેટલા ટન માટી નાખે એટલું વળતળ આપવામા આવે અથવા સરકાર દ્વારા ઝડપી  પગલા લેવામાં આવે.

-પશુધનમા હાલ બજાર ભાવે વેચાતા તે ભાવ નકકી કરવામા આવે.

-મકાન સહાય પણ મકાન બનાવી શકેએ પ્રમાણે વળતર આપવામાં આવે.

-ઘરવખરી સહાય પણ જેટલી ઘરવખરી પલળી હોય અનાજ કાપડ મરી મસાલા ખેત ઉત્પાદન એ તમામ દયાન ઉપર લેવી જોઈએ અને પુરૂ વળતર આપવામાં આવે.

-મજદૂરોને જયારથી વરસાદ વરસ્યો ત્યારથી આજ દીન સુધી કોઈ રોજગારી મળી નથી તો તેઓને પણ આર્થિક સંકડામણ વેઠવી ન પડે તો પુરી સહાયઆપવામાં આવે.

-જે પશુ પુરમાં તણાઈ ગયેલ છે. જેની ડેડબોડી મળેલ ન હોઈ તેનું પણ પંચ રોજકામ કરી તેને પુરાવા તરીકે માન્ય રાખી પુરૂ વળતર ચુકવવામાં આવે.

ટુંકમા જે પ્રકારે અચાનક આવેલા પુર અને વરસાદ થી થયેલ નુકશાનનુ પુરૂ વળતર ઝડપી  ચૂકવી આપવા વિનંતી કરાઈ છે.