વોકીટોકી, રિવોલ્વર કવર સાથે બની બેઠેલ પોલીસ ઇન્સ્પેકટર ઝડપાયો 

જુનાગઢથી કલોલ શહેર પોલીસે દબોચ્યો

વોકીટોકી, રિવોલ્વર કવર સાથે બની બેઠેલ પોલીસ ઇન્સ્પેકટર ઝડપાયો 

Mysamachar.in-ગાંધીનગર:

દીવસે ને દિવસે લેભાગુ શખ્સોની સંખ્યા સતત ને સતત વધી રહી છે ક્યારેક કોઈ અધિકારી તો ક્યારેક કોઈ પદાધિકારીના નામનો ઉપયોગ ખોટો ઉપયોગ અથવા તો નકલી રૂપ ધારણ કરી અન્યો સાથે છેતરપીંડી કરવામાં આવે છે, ગાંધીનગરના કલોલ શહેરના વેપારી પાસેથી સરકારી નોકરી અપાવવા બાબતે રૂપિયા 11.30 લાખની છેતરપિંડી આચરનાર તેમજ પોતાની ઓળખ સરકારી અધિકારી પીઆઇ તરીકે આપીને રોકડા તેમજ ચેક દ્વારા તથા એપ્લિકેશન તથા મેરીટ લીસ્ટ ,વેટિંગ લિસ્ટ ,ખોટા સર્ટિફિકેટ વેરિફિકેશન લેટર, જેવા સરકારી દસ્તાવેજ ખોટી રીતે બતાવી ઠગાઈ કરવાના ઇરાદાથી છેતરપિંડી આચરનારા આરોપી ધવલ નંદાભાઈ ખાવડુંને જુનાગઢથી કલોલ શહેર પોલીસે દબોચ્યો હતો.

નોંધનીય છે કે આરોપીએ વડોદરા ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી તેની પત્ની સાથે મળીને આ ઠગાઈ આચરી હતી. જેમાં તેની પત્નીની ધરપકડ કરી લેવામાં આવી હતી, જ્યારે આરોપી ધવલ ફરાર હતો.પોલીસે ઝડપાયેલા આ નકલી પોલીસ ઇન્સ્પેકટર પાસેથી વાયરલેસ વોકીટોકી, બંદૂક ભરાવાનું લેધરનું કવર,મોબાઈલ ફોન, નોકરી અપાવવા લીધેલ ડોક્યુમેન્ટ જે બેંકથી ટ્રાન્જેક્શન કરતો હતો, એ બેંકની ચેકબુક વગેરે કબજે કર્યા છે.