યુટ્યુબ પર વિડીયો જોઈ બે દિવસમાં બનાવી લાખોની નકલી નોટ 

બે દિવસમાં મેળામાં વટાવી નાખવાનો હતો પ્લાન 

યુટ્યુબ પર વિડીયો જોઈ બે દિવસમાં બનાવી લાખોની નકલી નોટ 

Mysamachar.in-ખેડા:

નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ખેડા જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા રૂ. 500 ના દરની ડુપ્લિકેટ નોટ છાપતાં 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂ. 17,66,500 ની કિંમતની બનાવટી નોટો કબજે લીધી છે. આ શખ્સોએ ઉત્તરાયણ દરમિયાન બે જ દિવસમાં 17 લાખથી વધુની 3533 બનાવટી નોટો છાપી હતી. પોલીસે બનાવટી ચલણી નોટ છાપતાં રાજુ પરમાર અને શૈલેન્દ્રસિંહ પરમાર ઝડપીને પાડ્યા હતા. આ મામલે આશ્ચર્ય પમાડે તેવી વાત પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવી કે આરોપીઓએ નોટ છાપવાનો પ્લાન બનાવ્યા બાદ, ઘરમાં નોટ કેવી રીતે છાપવી તેનું જ્ઞાન ગુગલ પરથી મેળવ્યું હતું. આ ઉપરાંત યુ-ટ્યુબ ઉપર વિડીયોનો પણ અભ્યાસ કર્યો હતો. ચલણી નોટ પ્રિન્ટ થયા બાદ તેને કાપવા માટે આરોપીઓ કાચ અને કટરનો ઉપયોગ કરતાં હતા. ફુટપટ્ટીની મદદથી નોટ કાપીને તેની થપ્પી તૈયાર કરતાં હતા.પરંતુ પોલીસે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરીને દેશના અર્થતંત્રને ખોખલું કરનારાને ઝડપી પાડવામાં સફળતા મળી છે.