સ્ટુડીયોમાં છાપવામાં આવતી હતી નકલી માર્કશીટ

ITI સંસ્થાની નકલી માર્કશીટો કાઢવાના કૌભાંડનો પર્દાફાશ

સ્ટુડીયોમાં છાપવામાં આવતી હતી નકલી માર્કશીટ

Mysamachar.in-પંચમહાલ

હમણાની વાત તો છે કે વડોદરામાં નકલી માર્કશીટ અને ડીગ્રી કૌભાંડનો પર્દાફાશ થયા બાદ આવા જ વધુ એક કૌભાંડનો પંચમહાલ જીલ્લામાં પર્દાફાશ થવા પામ્યો છે, ગોધરા તાલુકાના છેવાડે આવેલા નદીસર ગામમાં ITI સંસ્થાની નકલી માર્કશીટો કાઢવાના કૌભાંડનો ગોધરા SOGએ પર્દાફાશ કર્યો છે, અને નકલી માર્કશીટો, લેપટોપ, પ્રિન્ટર, સ્કેનર સહિતના મુદામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, ઝડપાયેલ આરોપીઓ કેટલા રૂપિયામાં માર્કશીટ બનાવી આપતા હતા અને કેટલા લોકોને આવી માર્કશીટો આપી છે, તે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ગોધરા તાલુકાના નદીસર ગામમાં રહેતા કેટલાક શખ્સો શહેરા તાલુકામાં આવેલા રેણા(મોરવા) ITI સંસ્થાની બોગસ માર્કશીટો અને પ્રમાણપત્રો બનાવીને આર્થિક લાભ મેળવી રહ્યા હોવાની બાતમી મળતા ગોધરા SOGને મળી હતી. જેથી પોલીસે નદીસર ગામના ઉદલપુર રોડ ઉપર આવેલા ગીતાજંલી સ્ટુડિયો ઉપર રેડ કરી હતી. જ્યાં તપાસ હાથ ધરતા  રેણા(મોરવા)ની ITI સંસ્થાની 17 જેટલી નકલી માર્કશીટો મળી આવી હતી. SOGએ આ નકલી માર્કશીટ બનાવાના કૌભાંડમાં સામેલ બે યુવાન દિગ્વિજયસિંહ લાકોડ અને સગ્રામસિંહ  રાઠોડની ધરપકડ કરી હતી અને માર્કશીટોની સાથે લેપટોપ, પ્રિન્ટર, સ્કેનર મળીને કુલ 24,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.