ખંભાળિયા તાલુકાની જનતાનો પૂનમબેન પ્રત્યેનો વિશ્વાસ કોંગ્રેસના સૂપડા કરશે સાફ

ખંભાળિયા તાલુકાની જનતાનો પૂનમબેન પ્રત્યેનો વિશ્વાસ કોંગ્રેસના સૂપડા કરશે સાફ

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

જામનગર લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમની લોકપ્રિયતાનું ઉદાહરણ જ્યારે તેવોને બીજી વખત રીપીટ કરવામાં આવ્યા ત્યારે જ સામે આવી ચૂક્યું હતું, એક સફળ મહિલા સાંસદ કેવા હોય તેનું દ્રષ્ટાંત પૂનમબેને પાંચ વર્ષ જિલ્લાના વિકાસ માટે કરેલા કામો પૂરું પાડે છે,એવામાં લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે પૂનમબેન જે વિસ્તારમાં પહોંચે છે ત્યાં હજારોની સંખ્યામાં લોકો તેને ઉમળકાભેર આવકાર આપી અને પૂનમબેનના વિકાસ કામોની પ્રશંસા પણ કરતા જોવા મળે છે,

તાજેતરમાં ખંભાળિયામાં ભાજપના લોકસભાના ઉમેદવારના સમર્થનમાં ખંભાળિયા શહેર તથા હર્ષદપુર વિસ્તારમાં યોજાયેલા કાર્યકર્તા સંમેલનોમાં સંખ્યાબંધ વિવિધ જ્ઞાતિઓએ પુનમબેનનું સન્માન કરીને આગામી ચુંટણીમાં પણ તેમની સાથે રહેવાનો કોલ આપ્યો હતો,જે પછી ગઈકાલે ખંભાળિયા કોળીસમાજની યોજાયેલી બેઠકમાં પણ કોળી સમાજના આગેવાનોએ ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે,કોળી સમાજની વાડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કોળી સમાજના પ્રમુખ હમીરભાઈ સવાભાઈ કોળી, શામજીભાઈ કરમશી કારૂ,વેલજીભાઈ પરમાર,જયંતીભાઈ સુરેલા, કોળી સેના પ્રમુખ રમેશભાઈ કોળી, વશરામભાઈ ચાવડા, દોલુભાઈ સુરેલા સહિતના અગ્રણીઓએ પુનમબેનમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તથા કોળી સમાજના ઉત્કર્ષ માટે તમામ પગલાં લેવાની પૂનમબેને ખાતરી પણ આપી હતી,

આ કાર્યક્રમમાં અગ્રણી પૂર્વ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હરીભાઈ નકુમ, જીલ્લા પંચાયત વિપક્ષ નેતા મયુરભાઈ ગઢવી, ભાજપઅગ્રણી અનિલભાઈ તન્ના,મનુભાઈ મોટાણી, પી.એમ.ગઢવી, ઇન્દ્રજીતસિંહ પરમાર, અમિતભાઈ શુક્લ, રામદે વજસી નંદાણીયા, રાસંગપર અગ્રણી જેસાભાઈ કરંગીયા, વગેરે ઉપસ્થિત રહ્યા હતા,

કોળી સમાજ બાદ વ્હોરા સમાજની મીટીંગનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું,જેમાં પણ ભાજપ ઉમેદવાર પૂનમબેન માડમને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં વ્હોરા સમાજના આગેવાનો ઉપરાંત પૂર્વ ધારાસભ્ય તથા ગ્રીનકોના ચેરમેન મેઘજીભાઈ કણજારીયાએ રાજ્ય તથા દેશના વિકાસમાં જોડાવા ભાજપને મત માટે આહ્વાન કર્યું હતું, જેને ઉપસ્થિત આગેવાનોએ વધાવી લીધું હતું.ખંભાળિયાના વાડીનાર,ધરમપુર,શક્તિનગર,સલાયા,બારા,હંજડાપર,બજાણા વગેરે વિસ્તારોમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમના સમર્થન માટે મોટી સંખ્યામાં ગ્રામજનો, કાર્યકરો,સરપંચો,ખેડૂતો ઉમટ્યા હતા.જે પછી તાલુકાના ભાડથર તથા મોવાણ ગામે કાર્યકર્તા સંમેલનમાં પણ મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા તથા પુનમબેનને મજબૂત લીડથી જીતાડવાનો નિરધાર વ્યક્ત કર્યો હતો,

ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં મોવાણ, ગોકુલપર, માધુપુર,પીપળીયા, સિધ્ધપુર,ખજુરીયા વગેરે ગામોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા,જેમને ભાજપના આગેવાનો મુળુભાઈ બેરા, મેઘજીભાઈ કણજારીયા,કાળુભાઈ ચાવડા,પ્રવીણભાઈ માડમ વગેરેએ સંબોધન કર્યું હતું,

મેઘજીભાઈ કણજારીયાએ ભાજપના સમયમાં થયેલા ગામના પાણીનો પ્રશ્ન હાલ કર્યો,રસ્તા બનાવવા તથા વિકાસ કાર્યોનો ખ્યાલ આપીને વિકાસ અવિરત ચાલુ રાખવા માટે પૂનમબેન માડમને મત આપી વિજયી બનાવવા હાકલ કરી હતી, તો પૂર્વમંત્રી મુળુભાઈ બેરાએ પાંચ વર્ષમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુજરાત તથા કેન્દ્ર સરકારના સહયોગથી થયેલા કાર્યો અંગે જાણકારી આપી સરકારની વિવિધ યોજનાઓ છે થયેલા વિકાસની ઝાંખી કરાવી હતી,

લોકસભાના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ દ્વારા પણ કેન્દ્રમાંથી જિલ્લાના વિકાસ માટેના પ્રયાસો તથા કાર્યો વર્ણવી કેન્દ્રમાં મજબૂત સરકાર લાવવા માટે તેમને મત આપવા અપીલ કરી નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા જણાવ્યું હતું, મોવાણ મિટિંગમાં તાલુકા પંચાયત સદસ્ય રાજુભાઈ ગોડીયા, સિધ્ધપુરના સરપંચ પરમાર, હડીયલ તથા પૂર્વ સરપંચ તાલુકા પંચાયત સદસ્યો,ગ્રામજનો,આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા,ખંભાળિયા:ભાજપનો ડોર-ટુ-ડોર સંપર્ક શરૂ

તાજેતરમાં જામનગર લોકસભાના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમના સમર્થનમાં ખંભાળિયા શહેરમાં ભાજપ દ્વારા વોર્ડ નંબર ૪થી ડોર-ટુ-ડોર લોકસંપર્કની શરૂઆત કરવામાં આવી હતી,જેમાં ખંભાળિયા પાલિકા પ્રમુખ શ્વેતાબેન શુકલ,શહેર પ્રમુખ અમિતભાઈ શુકલ, મેઘાબેન વ્યાસ, અશોકભાઈ કાનાણી,તૃપ્તિબેન શુકલ,દીપાબેન લાલ, પાયલબેન જોષી તથા અમુભાઈ બરછા જોડાયા હતા, ખંભાળિયા પાલિકા ભાજપના શાસનમાં રોડ-રસ્તા સહિતના વિકાસ કાર્યોથી પ્રભાવિત લોકોએ ભાજપને મત આપવા સમર્થન આપ્યું હતું તથા આગેવાનોનું ઉમકાભેર સ્વાગત કર્યું હતું.

ભાડથર મિટિંગમાં ગ્રામજનો ઉમટી પડયા

ખંભાળિયાના ભાડથર ગામે પણ ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમના સમર્થનમાં શેરડી (ઠાકર), કાનપર વોરડી, કેશોદ, વિંજલપર, લાલપરડા,ધતુરીયા,લાલુકા,બારા,બેરાજા તથા ભાડથરના આગેવાનો સરપંચો તાલુકા પંચાયત સભ્યો તથા ખેડૂતો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, અહીં પણ પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા, પૂર્વ ધારાસભ્ય તથા ગ્રીનકોના ચેરમેન મેઘજીભાઈ કણજારીયા તથા ઉમેદવાર પૂનમબેન માડમે પ્રવચનો કર્યા હતા, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો જ નથી તથા જિલ્લામાં પાકવીમા માટે તથા ટેકાના ભાવે પાકની ખરીદી માટેના સારા પરિણામોને લોકોએ વધાવ્યા હતા તથા સરકારના વિવિધ કાર્યોથી પ્રસન્નતા અને સંતોષ વ્યક્ત કરી પૂનમબેનને મત આપવા સંકલ્પો કર્યા હતા.