સુવિધાઓ તો ઠીક પણ... જી.જી.હોસ્પિટલમાં પીવાનું પાણી નથી, આ રહી તસ્વીરો..

આ તે કેવો વહીવટ..?

સુવિધાઓ તો ઠીક પણ... જી.જી.હોસ્પિટલમાં પીવાનું પાણી નથી, આ રહી તસ્વીરો..

Mysamachar.in-જામનગર:

જામનગર જી.જી.હોસ્પિટલનો વહીવટ છેલ્લા કેટલાક સમયથી સાવ ખાડે ગયો છે, એક તરફ શહેર અને જિલ્લામાં રોગચાળો ફેલાઈ રહ્યો છે,અને જામનગર શહેર જીલ્લા ઉપરાંત અન્ય જીલ્લાના દર્દીઓ તેના સબંધીઓ સાથે અહી સારવાર માટે આવે છે, પણ આવનાર દર્દીઓ માટે અન્ય સુવિધાઓ તો ઠીક પણ પીવાનું પાણી જ નથી... આ વાત એકદમ સાચી એટલા માટે છે કે ટ્રોમા સેન્ટર નજીક જે જગ્યાએ પાણીનું ફિલ્ટર લગાવવામાં આવ્યું છે, તેની આસપાસ બોક્સ થી પેક કરી દેવામાં આવ્યું છે, એટેલે દર્દીઓને પીવાનું પાણી ત્યાં નથી મળતું, તેનાથી થોડા આગળ જઈએ તો જ્યાં દરરોજ કેટલાય લોકો સોનોગ્રાફી માટે આવે છે તે સોનોગ્રાફી રૂમ પાસે રાખેલ પાણીના ફિલ્ટરમા તો નપાવટ તંત્ર એ બોર્ડ જ લગાવી દીધું છે કે પાણી નથી...

ત્યારે હોસ્પિટલ અધિક્ષકે આ તરફ પણ એટલા માટે ધ્યાન આપવું પડશે કારણ કે મેડમ અહી આવતા દર્દીઓમાના કેટલાય દર્દીઓ એવા પણ હોય છે કે જે વીસ રૂપિયાની પાણીની બોટલ લેવા પણ સક્ષમ નથી હોતા, ત્યારે હોસ્પિટલના તંત્રને જો શરમ જેવું હોય તો માત્ર આ બે સ્થળોએ નહિ પણ જ્યાં પણ હોસ્પિટલમાં પીવાના પાણીની જરૂરિયાત હોય ત્યાં સુવિધા કરાવે તો દર્દીઓની આંતરડી બીજી બધી સુવિધાઓ તો ઠીક પણ પાણી પી ને તો ઠરશે.