આંખોના દર્દોનો  નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાશે...

ત્રણ દિવસ રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવશે,

આંખોના દર્દોનો  નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાશે...

આંખોના દર્દોનો  નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાશે...

જામનગર ખાતેની રંગુનવાલા હોસ્પિટલમાં તા ૨૧ જૂનના રોજ સવારે ૯ વાગ્યે આંખનો વિનામૂલ્યે નિદાન કેમ્પ જમનાદાસ માધવજી ચેરીટેબલ ટ્રસ્ટ-મુંબઈ,દિવ્ય-જીવન સંઘ-જામનગર બ્રાન્ચ,જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી-જામનગર, રંગુનવાલા સાર્વજનિક ટ્રસ્ટ તથા શિવાનંદ મિશન-વિરનગરના  સહયોગથી આયોજિત કરવામાં આવ્યો છે...

આ કૅમ્પમાં આંખના દર્દીઓને ચેક કરી યોગ્ય દવા-ટીપાં આપવામાં આવશે અને મોતિયાના દર્દીઓને શિવાનંદ મિશન સૌરાષ્ટ્ર હોસ્પિટલ-વિરનગર ખાતે બસમાં લઇ જવામાં આવશે અને ત્યાં ત્રણ દિવસ રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવશે, આંખનું ઓપરેશન ફેકો પદ્ધતિથી કરી બસમાં પરત જામનગર મૂકી જવામાં આવશે.આ તમામ પ્રકારની વ્યવસ્થા વિનામૂલ્યે કેમ્પના આયોજકો તરફથી કરવામાં આવી છે...

ઓપરેશન બાદ રંગુનવાલા હોસ્પિટલમાં દરરોજ રાત્રે ૮:00 વાગ્યે આ કેમ્પમાં ઓપરેશન કરાવનાર દર્દીઓને આંખના નિષ્ણાંત ડો.ડી.પી. પંડયા આંખોનું વિનામૂલ્યે ચેક કરી આપશે તથા નંબર કાઢી નંબરવાળા ચશ્મા રંગુનવાલા ટ્રસ્ટ તરફથી વિનામૂલ્યે આપવામાં આવશે તો આ કેમ્પનો સર્વે જરૂરિયાતમંદ લોકોએ  લાભ લેવા ટ્રસ્ટ તરફથી અખબારીયાદીમાં અનુરોધ કરાયો છે..