જિલ્લા તાલુકાના 5 લાખથી વધુ મતદારોને રીઝવવા ભારે કપરા

ચુંટણી આવી પરંતુ ગામડાઓમાં હજુ નિષ્ક્રીયતા હોઇ મતદાનની પણ ચિંતા

જિલ્લા તાલુકાના 5 લાખથી વધુ મતદારોને રીઝવવા ભારે કપરા

Mysamachar.in-જામનગર

જામનગરની એક જિલ્લા પંચાયત છ તાલુકા પંચાયતની ચુંટણી આવી પરંતુ જિલ્લાના પાંચ લાખથી વધુ મતદારોને રીઝવવા બંને મુખ્ય પક્ષ માટે કપરૂ છે, કેમકે ગામડાઓમા હાલ તો હજુ સુસ્તીનો માહોલ છે તેમજ મતદાન કેટલુ થશે એ પણ સવાલ ઉભો જ છે કેમકે રોગચાળાની ભીતિ તેમજ મુસીબતોની ભરમાર બંને બાબતથી ગ્રામ્ય જનતાના ઉત્સાહને હાલ તો નિષ્ક્રીય કર્યો હોય તેવા ફીડબેક મળે છે, તેમ છતાય પ્રચાર દરમ્યાન દરેક મતદારની અપેક્ષા તો હોય જ કે અમને નેતાઓ મળે અને મતદાનની અપીલ કરે કેમકે અમુક ગામને બાદ કરતા બંને મુખ્ય પક્ષો પ્રત્યે ઝુકાવવાળા જુથ ઓછા હોય જે પક્ષ વધુ જોર કરે તે પક્ષને ફાયદો થાય પરંતુ દરેકને ન મળી શકે તો ખોટ પણ જાય અને જરૂરી પોકેટ જ રહી જાય,

એક તરફ ગામડાઓને મોટાભાગે અવગણવાની નિતિ રખાતી હોય અમસ્તા પણ જે ચુંટાયેલા છે કે અગાઉ ચુંટાયેલા છે કે હવે દાવેદાર છે તેવા પંચાયત સભ્ય કે આગેવાનો દરેક વિસ્તારોમા ટોટલી ફર્યા ન હોય સંપર્ક લાઇવ ન હોય તેમજ સારા માઠા દરેક પ્રસંગમા ગામડાની જનતાની દર વખતે પડખે ન હોય તે લોકો ભુલી ન જ શકે તે સ્વાભાવિક છે, ઉપરાંત રજુઆતો હોય માંગણીઓ હોય તો દરવખતે ધ્યાન ન અપાયુ હોય તે પણ પ્રજા ભુલે નહી તેમજ આપેલા વચન હારેલા ના કે જીતેલાના કે આગેવાનોએ પુરા ન થયા હોય તે બાબત પણ ચુંટણી ટાણે નડે તેમજ ગામડાઓમા એવુ બહુ થયુ છે કે વાયદા વધુ થયા પુરા ઓછા થયા આ બધી જ પરિસ્થિતિ વચ્ચે આટલી મોટી સંખ્યાના કુલ મતદારો ભલે બેઠક વાઇઝ ગણીએ તો 21 હજાર જેવા જિલ્લાપંચાયત બેઠકવાર થાય અને છ સાત કે આઠ હજાર કે ક્યાક ઓછા એમ તાલુકા બેઠકવાર મતદાર થાય તો પણ દરેકનો વ્યક્તિગત સંપર્ક શક્ય નથી.

- 24 બેઠક 5.32 લાખ મતદારો

24 બેઠકો ધરાવતી જામનગર જીલ્લા પંચાયતની આગામી સામાન્ય ચુંટણીઓ માટે મતદારયાદી મુજબ જીલ્લામાં છ તાલુકાઓમાં 2,76,235 પુરુષ અને 2,55,785 સ્ત્રી મતદારો મળીને કુલ 5,32,020 મતદારો નોંધાયા છે.

- કોઇ ફેક્ટર કોઇ વેવ કોઇ હવા નથી

વળી આ વખતે બંને મુખ્ય પક્ષ માટે કોઇ ફેક્ટર કોઇ વેવ કોઇ હવા નથી કેમકે સાવ સ્થાનિક સ્તરની ચુંટણી છે, તેમા તો મતદારના ઘરથી સુવિધાના પ્રશ્ર્ન શરૂ થતા હોય મોટા વિષયોથી લોભાવી પણ ન શકાય તેમજ જેમ ગત વખતે અનામત લડતના કારણે ચોક્કસ ફેક્ટર હતુ થોડો મુખ્ય રાજ્યસ્તરીય વિપક્ષ તરફ હવા ઉભી થઇ હતી જો કે તે અમુક વિસ્તારો પુરતી જ હતી તેવુ આ વખતે નથી તો રાજ્યના શાસકપક્ષ એ વિકાસ કર્યાનુ જણાવ્યાના પ્રમાણમા ગામડાઓમા સુવિધા પુરતી ન થઇ હોય ખાસ કઇ પ્રચારમા મુદા ન રહે હા કામો કર્યા તે અને કરવાના છે તે બાબતે માઇલેજ મળે તેમ છતાય અઘરૂ પડી શકે એમ વિશ્લેષકોનો મત છે.