કોરોના સ્વરૂપ..લક્ષણ અને ટાર્ગેટ એજ ગૃપ પણ બદલતો હોવાનો નિષ્ણાંતોનો મત

આ આર્ટીકલ રસપ્રદ છે.

કોરોના સ્વરૂપ..લક્ષણ અને ટાર્ગેટ એજ ગૃપ પણ બદલતો હોવાનો નિષ્ણાંતોનો મત

Mysamachar.in-જામનગર

એક તરફ ગત વર્ષ કરતા કોરોના આ વખતે વિકરાળ બન્યો છે કુદરતના તાંડવ સામે સૌ લાચાર છે તેવામા બે નવી બાબતો પણ સામે આવી છે. એક તરફ હવે તાવ, ઉધરસ, માથાનો દુખાવો ગળાની બળતરા  હોય કે ન હોય કોરોના પોઝીટીવ આવે છે, જેમા પેટના દુખાવા ઉલટી ઉબકા જમવાનુ ન ભાવે થાક નબળાઈ આવુ ઘણુ ઓચિંતુ થાય છે તેમ નિષ્ણાંતોનો મત છે, બીજુ ઘરમા પાડોશમા સગામા એક કેસ હોય તો તુરંત ચેપ લાગે છે,

માટે જરા પણ ઢીલ વગર રિપોર્ટ કરાવી દવા શરૂ કરી તુરંત આરામ જ કરવો અને પાંચ દિવસ સુધી પોતાની તકલીફનુ ઓબર્ઝવેશન કરવુ, દવાનો કોર્ષ પુરો કરવો તેમજ પેટના સામાન્ય દુખાવાને સામાન્ય ન ગણવો તે ખાસ સલાહ ડોક્ટરો આપે છે, બીજુ આ લહેરમા યુવાનો 20 થી 40 ના વધુ પેશન્ટ થાય છે તેમને તુરંત સારવાર શરૂ કરી કવોરોન્ટાઇન રાખવા દવા ઉપરાંત હળવો ખોરાકને શ્વાસની  કસરત કરાવવી જરૂરી છે.

છેલ્લા વર્ષોમાં વધતા વ્યસન અનિયમિતજીવન પરેજી ન રાખવી સ્વચ્છતાના અભાવ  અને રોગપ્રતિકારકતા ઘટતા કોરોના જેવા વાયરસ એટેક કરે છે માટે પહેલા સારવાર રીપોટ વગેરે કરી સપોર્ટમા બધુજ આયુર્વેદિક કરવુ ખાસ કરીને કોરોનાથી બચવા માટે ઘરમા સ્વચ્છતા રાખો બહાર સ્વચ્છતા રાખો બહાર કોઇને અડકો નહી માસ્ક પહેરો ઘરમા કોઇ કોરોન્ટાઇન હોય તો તેને વારંવાર જોવા ન જાવ તેમના માટે બધુ જ ડીસપોજેબલ જ વાપરવું જોઈએ...

અને હા ખાસ પાણી ઠંડુ તો નહી જ પરંતુ ગરમ કરી ઠારીને જ પીવુ  હળદર મીઠાના કોગળા કરવા નિયમિત હળવી કસરત જ કરવી તેમજ ભારે કસરત ન જ કરવી સવાર સાંજ થાક ન લાગે તેટલુ ચાલોહા બીજી મહત્વની બાબત એ છે કે હાલ માત્ર થાક પણ  કોરોનાનુ લક્ષણ હોય શકે માટે સહેજ પણ નબળાઇ થાકમા તુરત સારવાર લેવી જરૂરી છે.

જિલ્લા વહીવટીતંત્ર આરોગ્ય તંત્ર હેલ્થ એક્સપર્ટ તેમજ કોરોનાની બિમારીના અનુભવી દર્દીઓના અભિપ્રાય મેળવાયા જેમા આવી અનેક બાબત સામે આવી છે કે ગમે ત્યારે ગમે તેને કોરોના થઇ શકે તેમ માની ભય નહી તકેદારી રાખજો ગીરદી ન કરજો માસ્ક બદલજો હાથમા ગ્લોવઝ પહેરજો ખાવાનુ વધુ પોષણ મળે તેવુ ખાજો પુરતી ઉઘ લેજો વધુ શ્રમ ન કરજો  પુષ્કળ પાણી જ્યુસ પીવો તેમજ સાચી સલાહ લેતા રહો અને keep fit be healthy.......કેમકે  તમે તમારા પરિવાર અને સમાજ માટે ખુબ મહત્વના છો.

-આટલું તો તમે પણ અવશ્ય કરો

વેક્સિનએ કોરોનાથી બચવા માટેનું અમોઘ શસ્ત્ર છે. વેકિસન જરૂર લઈએ.

કોરોનાના સામન્ય લક્ષણોમાં હોમ ક્વોરન્ટાઈન થઈ આરામ કરો, ખૂબ પાણી પીવો અને પેરાસીટામોલ લો

બિનજરૂરી બહારના નીકળીએ

ઓકિસજનનું પ્રમાણ 94 થી નીચે જાય અને વારંવાર શ્વાસ ચઢે તો હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર છે.

ડૉકટરની સલાહથી જ રેમડેસિવીર ઈન્જેકશન લો. રેમડેસિવીરનો બિનજરૂરી ઉપયોગ કિડની અને લીવરને નુકશાન કરી શકે છે.

માસ્ક પહેરો, હાથ વારંવાર સાબુ કે સેનેટાઈઝરથી સાફ કરો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો.