જીમ વગર આટલી કસરત ઘરે પણ કરી શકો, વજન ફટાફટ ઊતરવા લાગશે

દરરોજ 20 દંડ બેઠકના ત્રણ સેટ કરવાથી ગોઠણ અને સાથળનો દુખાવો નહીં થાય. 

જીમ વગર આટલી કસરત ઘરે પણ કરી શકો, વજન ફટાફટ ઊતરવા લાગશે
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-હેલ્થ ડેસ્ક:

ઘણી વખત એવું બને કે, કોઈ કારણોસર જીમમાં જવાનો સમય નથી રહેતો. ક્યારેક નોકરીને કારણે તો ક્યારેક બીજા કારણોસર જીમમાં પરસેવો પાડવો શક્ય નથી હોતો. પણ સવારે થોડા વહેલા ઊઠીને કેટલીક એવી કસરત પણ કરી શકાય છે જેનાથી વજન પણ ઘટશે અને શરીર પણ ફીટ રહેશે. જોઈએ આવી કેટલીક કસરત.

-ઊઠકબેઠક 
દરરોજ 20 દંડ બેઠકના ત્રણ સેટ કરવાથી ગોઠણ અને સાથળનો દુખાવો નહીં થાય. આ ઉપરાંત વારંવાર પગમાં જે ખાલી ચડી જવાની સમસ્યામાંથી પણ મુક્તી મળશે. આ ઉપરાંત પરસેવો પણ પડશે અને પગમાં બીન જરૂરી ફેટ પણ પીગળવા લાગશે. ખાસ કરીને 35 વર્ષ પાર કરી ચૂકેલી મહિલાઓમાં બેલી ફેટ અને લેગ ફેટની સમસ્યા જોવા મળે છે. ઊઠકબેઠકમાં પણ ઘણા પ્રકારો છે. જેમ કે જંપ કરીને, લંજીસ. બે હાથ સામે રાખીને બેઠક કરો. જેમાં પ્રેશર ગોઠણ પર નહીં સાથળ પર આવે તો સાચું. કુદકો મારો અને પછી એક બેઠક મારો. આવું 10 વખત કરો. બોડીને હિલિંગ મળી રહેશે.

-જોગિંગ
મોર્નિંગ વૉક કરવાનો સમય ન મળતો હોય તો થોડા વહેલા ઊઠીને એક જગ્યાએ ઊભા રહીને જોગિંગ કરી શકાય છે. આ માટે સ્કૂલના બાળકો જેમ કદમતાલ કરે એ રીતે કદમ તાલ કરવાના. બને એટલા સાથળને ઉપરની બાજું ખેંચવાના, ભીંત કે દિવાલને પકડીને પગની પાનીને કુલા સુધી લાવો. આવું 10 વખત કરો. 2 મિનિટના વિરામ બાદ ફરી સેટ ચાલું કરો

-ક્રોસ સ્ટ્રેચ
બે પગ પહોળા કરીને જમણા હાથ વડે ડાબા પગનો અંગુઠો સ્પર્શ કરો, ડાબા હાથ વડે જમણા પગનો અંગુઠો સ્પર્શ કરો. આનાથી પેટની ચરબી પર પ્રેશર આવશે. આવા 10 કાઉન્ટ બે વખત કરી શકો. આ પહેલા બેહાથ સીધા રાખી તાળી પાડો. જેનાથી હાર્ટબિટ કંટ્રોલમાં રહે છે. 

-ઊભા રહીને પગના અંગુઠા પકડો
સ્કૂલમાં જે સજા મળતી એ પાછળનો હેતું ફીટ રહીએ એવો હતો. મોટાભાગના લોકો વગર જોઈતી ફેટથી પીડાતા હોય છે. બને તો દરરોજ અંગુઠા પકડવાનો પ્રયત્ન કરો. હથેળી જમીનને અડાળો. આવું પાંચ વખત કરી જુવો. આ સાથે દરરોજના 50 કુદકા મારો. ઠંડુ પાણી કે સોફ્ટડ્રિંક્સ પીવાનું ટાળો. 1 મિનિટ સુધી પ્લેંક કરો.