Mysamachar.in-જામનગર
જામનગરમાં એક વિચિત્ર કહી શકાય તેવી ઘટના સામે આવી છે, અને મામલો એવો તો ગરમ થયો કે વાત છેક પોલીસ સ્ટેશન સુધી પહોચી છે, જામનગર શહેરના સ્વામિનારાયણ નગરમાં વસવાટ કરતા અને મજુરીકામ કરતા મિલન ડાયાભાઇ શિયાળ પોતાના મામાની દુકાન પાસે ઉભો હતો ત્યારે તેના ફોન પર તેની પૂર્વ પ્રેમિકા જેની સાથે મિલનને એકાદ વર્ષ પૂર્વે સબંધ પૂર્ણ થઇ ગયેલ તે મોહિનીનો ફોન આવેલ અને કહેલ મારો હાલનો બોયફ્રેન્ડ મિલન ધીરુભાઈ શિયાળને મારા પર શંકા વહેમ છે, જેથી મારે તને રાખડી બાંધવી છે,
તો તું મિલનના ઘર પાસે આવ જેથી મિલન વાકોલમાના મંદિર પાસે આવેલ ઘર ખાતે ગયેલ અને મોહિની ત્યાં જ હતી અને તેને બોલાવેલ હતી, પરંતુ એટલામાં જ ત્યાં મિલન ધીરુભાઈ શિયાળ ત્યાં આવી અને મિલન ડાયાભાઈ શિયાળ સાથે ગઘડો કરવા લાગેલ અને તું મોહિની સામે શા માટે જુએ છે, અને તેને બોલાવે છે, તેમ કહી ગાળાગાળી કરી અને છરી વડે એક ઘા મારેલ અને એક ઘા પગમાં મારી નાશી ગયેલ જે બાદ મિલન ડાયાભાઇ શિયાળને સારવાર માટે જીજી હોસ્પીટલમાં ખસેડાયો છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે.