જીણું જીણું કાં તો...આંખે ન ચડવુ, સૌનો સાથ..સૌનો પ્રયાસ.તો વળી આફતને અવસરમા પલટાવવાની મનપાના અમુકની કુનેહ...

જાણના મબલખ ખર્ચ પુછનાર કોઇ નહિ, તેનો મતલબ શુ? રીપેરીંગ-ચા કોફી-ચાર્ઝસ-ઇંધણ-મેનેટેન્સ -વગેરે ખર્ચમા જ દરેક વિભાગને મલાઇ છે ત્યા હવે....

જીણું જીણું કાં તો...આંખે ન ચડવુ, સૌનો સાથ..સૌનો પ્રયાસ.તો વળી આફતને અવસરમા પલટાવવાની મનપાના અમુકની કુનેહ...
file image

Mysamachar.in-જામનગર 

પ્રજાના પૈસાના પાણી થાય છે તેમ કહેવાય છે અને ઘણીવખત તે વાસ્તવિકતા હોય છે ત્યારે પાણી તો ઠીક પ્રજાના નાણા ઉસેડવાની અવનવી પદ્ધતિઓ અમુક કાબાઓએ શોધી છે, તો વળી બહુ છતુ ન થાય તે માટે જીણું જીણું કાંતો.....આંખે ન ચડવુ...સૌનો સાથ..સૌનો પ્રયાસ...તો વળી આફતને અવસરમા પલટાવવાની કળાથી જામ્યુકોનુ વહીવટી-સતાધારી-સંગઠનનુ જુથ હંમેશ હર્યુભર્યુ અને "માલામાલ" રહે છે, તે આ ઓપરેન્ડીનો હાજર દાખલો છે અવિરત સૌના એટલે કે સંચાલકોના વિકાસ ભરપેટ થાય છે

તો વળી બીજો કીમીયો છે જાણ ના મબલખ ખર્ચ....જેનુ  પુછનાર કોઇ નહિ-તેનો મતલબ શુ? થાય જેમકે  રીપેરીંગ-ચા-કોફી-ફી-વાહનભાડા-ચાર્ઝસ-ઇંધણ-મેન્ટેનન્સ-જીણી મોટી ખરીદીઓ, ઇંધણ, ફંક્શન, ખર્ચ મંડપ બેનરરીક્ષા ફેરવવી, કન્સ્લટેશન ઇન્સ્પેક્શન-જમણવારએ પણ ઢગલા બંધ જેમકે સેવા સેતુમા કાર્ડ નીકળા 88 ને જમ્યાતા 500......!! તો વળી-સ્ટેશનરી-ઝેરોક્ષ-વગેરે ખર્ચમા જ સોલિડ વેસ્ટ, ફાયર,પીઆરઓ, લેબર વોટરવર્કસ, સિવિલ, લાઇટ ભુગર્ભ વગેરે ઉસેડે જ છે બીલની રકમ નાની નાની પણ બીલ ઘણા હોય અને ધીરૂ ધીરૂ મુકે જેથી દરેક વિભાગને મલાઇ છે તેવામા નવી વાત એ જણવા મળી છે કે આ તો લુંટો ભાઇ લુંટો ચાલે જ છે  ત્યા હવે "ગાર્ડન" થી થશે સૌ હરિયાળા..

બગીચાઓ માટે તો બહુ થઇ...બોર છે.....નળ છે...પાણી છે...ટાંકા છે...નળી છે..માણસો છે....એ પણ ફ્રી છે..છતાય "પાણી પાવા કોન્ટ્રાક્ટ આપુ? બે પાંચ લાખનો? ઐમાં શું આપોને સાત-દસ લાખના" દલા તરવાડીની જેમ પાણી પીવડાવવા કોન્ટ્રાક્ટ આપવાનું મંજુર થયુ છે, તો વળી ટાઉનહોલ ગાર્ડનમા ટેન્કરથી પાણી પાવા ઇજારો અપાયો છે, ખરેલા પાંદડા ઉપાડવા એજન્સી-રોડ સાઇડ ઝાડ ઉજેરવા પાણી પાવા કોન્ટ્રાક્ટ-લાખો રૂપિયાના ટ્રી ગાર્ડની ફરી ખરીદી વગેરે ખર્ચ આખો મચીને મંજુર થાય છે કેમ કે પહેલા "ડીસકસ" થઇ ગઇ હોય છે બીજી તરફ રીયાલીટી એ છે કે દર વૃક્ષારોપણ જોઇએ સો એ એકંદર  માંડ 25 છોડ ઉજરે છે જે અધીકારીઓ કહે છે  જો.કે ખરેખર તો પંદર જ મોટા થાય છે..! છતાય..ખર્ચા અઢળક થાય છે,

સાથે સાથે બગીચાઓની વાત લઇએ તો બાગને રળીયામણા બનાવ્યાનો કોર્પોરેશન સંતોષ લે છે, પરંતુ વાસ્તવિકતા ઉલટી છે કેમકે સુજ્ઞ નાગરીકોના મત મુજબ  જામનગરના બગીચાઓ વેરાન બની જશે તેવી બેદરકારી છે અને બાગ હરિયાળા રહે કે ન રહે ચોક્કસ કટકી બાજોના ખીસ્સા હર્યા ભર્યા હોવા જોઇએ તે દિશામા જરૂરી અને બિનજરૂરી ખર્ચા મંજુર થાય છે તે દરેકના બીલ બનાવવામા "સ્કીલ" નો ઉપયોગ ભરપુર થાય છે  તો જ લગત સંપતિવાન થાય ને?? તેવા જ ખર્ચ  ટ્રી ગાર્ડના લાખો રૂપીયાના મંજુર થયા છે તે ગાર્ડ જાય છે ક્યા??

હાલ જામનગરમાં નાના મોટા થઈ ને  જે-જે બગીચાઓ છે જેમાંથી માત્ર અમુક બગીચાની જાળવણી સારી રીતે થાઈ છે.બાકીના કરોડો રૂપિયાના ખર્ચે બનેલ બગીચાઓ ધૂળ ખાય છે. લગભગ બગીચામાં બાળકોના રમત-ગમતના સાધનો તૂટેલ ફુટેલ હાલતમાં છે. વૃક્ષો ફૂલ છોડ અને લોન સુકાવા લાગ્યા છે. જામનગર શહેરમાં મધ્યમાં આવેલ ઝાસીકી રાની સર્કલ,બારદાન વાલા સર્કલ જાણવણીના આભાવે જંગલ બની ગયું છે.તથા શહેરના રોયલ કહેવાતા વિસ્તાર સ્વસ્તિક સોસાયટી તથા પાર્ક કોલોનીમાં આવેલા જોગર્સ પાર્ક, વિરલ બાગ, દાદા-દાદી ગાર્ડન, ડી.કે.વી સર્કલ વેરાન બની ગયા છે.વધતા જતા શહેરીકરણ તથા દિવસે દિવસે ટ્રાફિક વધવાના કારણે રોડ પહોળા કરવા માટે વૃક્ષોનો ભોગ લેવાઈ છે તેથી હવે વૃક્ષો માટે સલામત સ્થળ આ ગાર્ડનો જ છે,

-કોરોના કાળમાં ઓક્સિજનના અભાવે અનેક લોકો મૃત્યુ પામ્યા હતા જેના લીધે લોકોને હવે વૃક્ષોનું મહત્વ સમજાવવા લાગ્યું છે.

રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા દર વર્ષે વન મહોત્સવ જેવા તાયફાઓ કરીને કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે. દર વર્ષે લાખો કરોડો વૃક્ષ વાવેતરના સંકલ્પો કરે છે.અનેક જગ્યાઓ ઉપર નેતાઓ અને અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરી ફોટા પડાવી છૂટી જાય છે અને પછી આ વૃક્ષોનું શુ થયું તે કોઈ પૂછતું નથી.હાલ જામનગર મહાનગરપાલિકા પાસે એક પણ બાગાયત કે કૃષિ નિષ્ણાત છે નહીં. વર્ષોથી ગાર્ડન સુપ્રિટેન્ડનની પોસ્ટ ખાલી છે.તેમજ યોગ્ય માળી રહયા નથી જેના લીધે ગાર્ડન શાખા જ મૃતપાઈ બની ગઈ છે.જે એજન્સીઓને આ બગીચાની જાણવણીનો કોન્ટ્રાક્ટ આપ્યો છે તેઓ પાસે એક પણ બગયાત કે કૃષિ વનસ્પતિ નિષ્ણાતો છે નહિ ઉપરાંત બિન અનુભવી એજન્સીઓ અત્યંત ઓછા ભાવે આ ટેન્ડર  ભરતા હોય છે.જેથી યોગ્ય માણસો રાખી શકતા નથી.જેના કારણે લગભગ બગીચાઓ ધૂળ ખાય છે.જ્યારે કોઈ ફરિયાદ કરે ત્યારે જે.એમ.સી નાં અધિકારીઓ આકરા પગલાં લેવા જાય ત્યારે આ કોન્ટ્રાક્ટરો રાજકીય દબાણ લાવે છે.અને થોડા સમય માટે ધ્યાન રાખી કેસ રફે-દફે કરી નાખે છે.જામનગર શહેરની છબી એક આદર્શ પ્રકૃતિ પ્રેમી તરીકેની છે. તેથી શહેરના બાગ બગીચાઓની જાણવણી માટે જે.એમ.સી.દ્વારા તાત્કાલિક ગાર્ડન શાખા ઊભી કરી ગાર્ડન સુપ્રિટેન્ડન તથા જરૂરી માળી,મજૂરોની ભરતી કરે અથવા જિલ્લાની મહાકાય કંપનીને અથવા શહેરના પ્રકૃતિ મંડળોને સોપી દે જેથી તેની યોગ્ય જાણવણી થઈ શકે.

-જો કે પહેલા કરતા બગીચાઓની સ્થિતિ સુધર્યાનો દાવો

કોર્પોરેશન હસ્તકના બગીચાઓમા જાળવણીનુ પ્રમાણ પહેલા કરતા અત્યારે વધી છે તેમજ તકેદારી રાખવામા આવી રહ્યાનુ કોર્પોરેશનના ગાર્ડન શાખાના અધીકારીએ લોકોના મળતા ફીડબેકના આધારે જણાવ્યુ છે તેમજ સીક્યોરીટી સફાઇ પાણી લોકોની સુવિધા છોડ જાળવણી વગેરે બાબતે જરૂરી વધુ આયોજન કરી ખર્ચ મંજુર થઇ રહ્યા હોય ગાર્ડન ઇમ્પ્રુવમેન્ટ અવિેરત છે જેથી આગામી દિવસોમા વધુ જાળવણી થશે અને લોકો બગીચાઓનો વધુ સારી રીતે લાભ લઇ શકશે સાથે સાથે કોર્પોરેશન એ નાગરીકોને અપીલ કરી છે કે બગીચાની જાળવણીમા સહયોગ આપે તે જરૂરી છે.