દરેક ચોમાસે  ફફડતા ખંભાળીયા હાઇવે પરના ગ્રામજનો

પારાવાર પ્રદુષણ રેલાય અને બોર્ડ ઉંઘી જાય

દરેક ચોમાસે  ફફડતા ખંભાળીયા હાઇવે પરના ગ્રામજનો
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-જામનગર:

જયારે-જ્યારે ચોમાસુ આવે ત્યારે જામનગરથી ખંભાળીયા હાઇવે ઉપરના ત્રીસક કીમી અંતર સુધીના અને ત્યાં પાંચ કીલોમીટરની પરિઘીના ગામોના ગ્રામજનો ફફડી ઉઠે છે, કેમકે અનેક પ્રકારના જલદ અને તીવ્ર પ્રદુષણ અને નુકસાનકારક દ્રવ્યો પદાર્થો રસાયણો વરસાદી પાણી સાથે રેલાય અને જમીનને પાણીના જુદા-જુદા તળને ખેતરોને રસ્તાઓને વગેરેને બગાડે છે, તેમ અમુક-અમુક ગામના ગ્રામજનોનો ખાનગીમા અભિપ્રાય લેતા જાણવા મળ્યુ છે વળી કરૂણતા એ છે કે કંઇ આગોતરા પગલા લીધા વગર જ પ્રદુષણ બોર્ડ એ તરફ જોતુ નથી જતુ પણ નથી, હાલારનુ નામ ઉદ્યોગોના કારણે વિશ્વભરમા પ્રસિદ્ધ છે, સાથે-સાથે પ્રદુષણના મામલે પણ દિલ્હી સુધી રોશન છે, કેમ કે ખાસ કરીને આવા  અમુક  ગ્રામજનો તો  ચોમાસુ આવેને રીતસર  ફફડી ઉઠે છે, અને સાથે-સાથે પ્રદુષણ બોર્ડ ઉંઘી જાય છે તેવી સનસનીખેજ  બાબતો આ વિસ્તારમાંથી અભિપ્રાયો મેળવતા અને વારંવાર થતી રજુઆતો  ઉપરથી જાણવા મળતી રહી છે જો કે બીજા વિસ્તારોમા પણ આવુ થાય જ છે પરંતુ આ ચોક્કસ વિસ્તાર મોખરાનુ સ્થાન ધરાવે છે તેમ પણ અમુક લોકો સર્વે કરીને જણાવે છે,

ખેતી પ્રધાન રાષ્ટ્રમા ચોમાસુએ એક ઋતુ જ નહી એક અવસર હોય છે તેમાંય ખેડુતો તો ચોમાસાની ચાતક નજરે રાહ જુએ અને વરસાદ આવે એટલે રાજી-રાજી થઇ જાય છે તે સ્વાભાવિક છે તેમજ વરસાદ આવતા પીવાના પાણી વધુ મળતા થાય અને સંગ્રહ થાય માટે આગળ જતા ચિંતા રહેતી નથી,. પરંતુ અમુક  ગામો જ્યા પ્રદુષણની પ્રાપ્ત થતા  અહેવાલ મુજબ વધુ તકલીફ રહે છે  તે ગામોના ખેડૂતો સહિત ગ્રામજનો ચોમાસામા ફફડી ઉઠે છે કેમકે ચોમાસામા વરસાદનુ પાણી આ વિસ્તારની  કંપનીમા થઇને બહાર આવે અને ઝેરી રસાયણોના પ્રદુષણના ધોધ છુટે છે, જેનાથી ખેતી સહિતની જમીન બગડે છે તેમજ તળના પાણી બગડે છે અને તળાવ ,ચેકડેમ વગેરેના પાણી પણ પ્રદુષીત થાય છે,

વળી આ ચોક્કસ કંપનીના પ્રદુષણ અંગે આમ તો વર્ષભર  વારંવાર ફરિયાદો ઉઠે છે અને બહુ જરૂરી લાગે તો ક્યારેક જ નમુના લેવાય છે, અને નમુના લેવાયા બાદ શુ થાય છે તે તો દર વખતે જાહેર પણ  થતુ નથી ફરિયાદ કરનાર પણ થાકી જાય અથવા તેનો કોઇ ઉપાય થઇ જાય તેવુ પણ બને છે તેમ જ નમુના ના  રિપોર્ટ જાહેર  ન થાય તો પગલા તો ક્યાંથી લેવાય ? એ સમજી શકાય તેવી બાબત છે માટે ગ્રામજનોની હાલત વધુ કફોડી બને છે કે આમ પ્રદુષણ બોર્ડ ઉંઘી જતુ હોઇ ગ્રામજનો ફરિયાદ ક્યા કરે તે પણ સમસ્યા છે પ્રદુષણ બોર્ડની આ (અ) નિતિના અનેક કારણો હોય શકે પરંતુ ગ્રામજનો પ્રદુષણથી પીડાય છે તેની વેદના કોણ હલ કરશે? તેવા સવાલો ઉઠે છે કેમકે ચોમાસામા આ તમામ ગામોમા વધુ કફોડી હાલત બની જાય છે.