શું માતા-પિતા ઠપકો પણ ના આપી શકે..

વિદ્યાર્થીનીએ આણી લીધો અંત..

શું માતા-પિતા ઠપકો પણ ના આપી શકે..
Symbolic image

Mysamachar.in-રાજકોટ:

આજના સમયમાં બાળકોને માતા-પિતા શું કોઈ બાબતે ઠપકો પણ ના આપી શકે...શું માતા પિતાને એટલો પણ હક્ક નથી,આ સવાલ ત્યારે થાય જયારે માતા-પિતા ઠપકો આપે અને સંતાનો આડું પગલું ભરી લે...આવી જ એક ઘટના રાજકોટમાં સામે આવી છે,રાજકોટમાં રહેતી કિરણને માતાએ અભ્યાસ માટે ઠપકો આપતા ૧૧માં ધોરણની આ વિદ્યાર્થિનીએ પોતાની જાત જલાવી હતી. ગંભીર રીતે દાઝી જવાથી વિદ્યાર્થિનીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.