કોંગ્રેસમા પણ આ વખતે કોર્પોરેશન ચુંટણીમાં કંઇક રંધાયુ...!! ભાજપની યાદી જોઇ સીધા મેન્ડેટ આપવા પડ્યા

જોકે કોંગ્રેસમા કોઇ ઉહાપોહ...ભડકો..વગેરે...ભાજપની જેમ ન થયાનુ આશ્ચર્ય કે હવે નવાજુની થશે??

કોંગ્રેસમા પણ આ વખતે કોર્પોરેશન ચુંટણીમાં કંઇક રંધાયુ...!! ભાજપની યાદી જોઇ સીધા મેન્ડેટ આપવા પડ્યા
file image

Mysamachar.in-જામનગર:

જામનગર કોર્પોરેશનની ચુંટણી આ વખતે ભાજપ માટે તો સમરાંગણ છે કે પ્રચારમા ધ્યાન આપવુ કે અંદરનો જ વિરોધ કેમ ઠારવો? તેની સામે આ વખતે કોંગ્રેસે કુનેહ વાપર્યુ તે પણ નવી બાબત છે કાં કઇક એવુ રંધાયુ છે કે પીઢતા બતાવવી પડી છે, અને ભાજપની ઉમેદવાર યાદી જોઇ અમુક નામ જાહેર કર્યા બાદ બધા જ ઉમેદવાર જાહેર ન કરી સીધા મેન્ડેટ આપવાનુ નક્કી કર્યુ તે ગણીત પણ કઇક વ્યુહ રચનાનો ભાગ લાગે છે કે પછી ફોર્મ ભરાયા બાદ ઉહાપોહ શરૂ થશે?? વગેરે તર્ક થાય છે..

દરવખતે કોંગ્રેસમા ચુંટણી લડવા ખેંચતાણ હોય છે, અને સ્થાનિક જુથવાદ સપાટી પર આવે છે કેમકે પ્રદેશમાથી તો ખાસ કઇ માર્ગદર્શન દિશા સુચન હોતુ નથી અને સ્થાનિક કક્ષાએ અમુકને પોતાનુ સચવાય જાય એટલે ઘણુ ની નિતિ અખત્યાર થતી રહી છે, પરંતુ આ વખતે ભાજપમા જે ભડકો છે તે જોતા એક તો પોતાને અંદર આવુ ન થાય તેમજ ભાજપના અસંતુષ્ટોને પણ ચાન્સ આપી શકાય તે માટે સીધા મેન્ડેટ જ આપવાનુ નક્કી કરાયુ છે, તે મુત્સદી કોંગ્રેસે બતાવી તે આશ્ચર્યની વાત છે.

આ વખતે ભાજપનુ ઘર કોંગ્રેસ કરતા વધુ ભડકે બળ્યુ પરંતુ કોંગ્રેસમા હવે વિરોધ વંટોળ અસંતોષ થાય તો નવાઇ નહી કેમકે એવુ કહેવાય છે કે કોંગ્રેસમા નેતા વધારે છે અને કાર્યકર્તાઓ ઓછા છે ત્યારે દેખીતુ છે કોઇ ચુંટણી લડવાની તૈયારી કરી બેઠા હોય તે રહિ જાય તો અસ્તોષ થાય પરંતુ આ સીધા ઉમેદવારોને મેનંડેટ આપવાનું નક્કી કરવું પડ્યું છે, તે પણ કઇક દર્શાવે છે,ગમે તેમ હોય આ વખતે કોંગ્રેસ કરતા અત્યાર સુધીમાં ભાજપનું ઘર વધારે ભડકે બળ્યું હોય તેમ લાગ્યું અને કોંગ્રેસનો ચરૂ બપોર બાદ ઉકળશે કે શુ.? તેમ વિશ્લેષકોનો સવાલ છે.