નવા નીરના વધામણા ભલે કર્યા પણ...વર્ષ આખું વ્યવસ્થા જળવાઈ રહે તે પણ જોજો

રણજીતસાગર ડેમ ખાતે પહોચ્યા હતા પદાધિકારીઓ 

નવા નીરના વધામણા ભલે કર્યા પણ...વર્ષ આખું વ્યવસ્થા જળવાઈ રહે તે પણ જોજો

Mysamachar.in-જામનગર 

જામનગર શહેરને પાણી પૂરું પાડતા જળાશયો છલોછલ હોય તો પણ દૈનિકને બદલે વર્ષોથી એકાંતરા પાણી વિતરણની જાણે પ્રથા પડી ગઈ છે, એવામાં મેઘરાજાએ જામનગર પર બે દિવસમાં જ એવી તો મેઘ મહેર કરી દીધી કે બધા જળાશયો છલકાવી દીધા એવામાં મનપાના પદાધિકારીઓ ગતસાંજે નવા નીરના વધામણા કરવા માટે પહોચ્યા હતા...ત્યારે નવાનીરના વધામણા કર્યા સારું કર્યું..પણ લોકોમાં થી અવાજ આવે છે કે કુદરતે તો મહેર કરી દીધી હવે આખું વર્ષ સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે તે પણ જોજો...અને હા દૈનિક વિતરણ થાય તો પણ કરજો...