GSTના અમલના ૧૬ મહિના પછી પણ GST નેટવર્ક ઠેર ના ઠેર

ભારતમાં સરળ જીએસટીની તાતી જરૂરિયાત

GSTના અમલના ૧૬ મહિના પછી પણ GST નેટવર્ક ઠેર ના ઠેર

Mysamachar.in-જામનગર: 

જીએસટી કાયદો ખૂબ જ જટિલ છે અને તેનું અમલીકરણ તેનાથી વધુ જટીલ રીતે કરવામાં આવેલ છે અધિકારીઓની સત્તા અને સિસ્ટમની નિર્બળતા વચ્ચે વેપારીઓની હાલત કફોડી થઇ ગયેલ છે અને આજે જીએસટી કાયદાના અમલના ૧૬ મહિના પછી વેપારીઓ અમુક વ્યવહાર કરતા પહેલા વકીલોને પૂછવા જાય છે ટૂંકી મર્યાદાઑ, ઉપરાઉપરી એકપછીએક પત્રકોની હારમાળા સતત થઈ રહેલ બદલાવ અને આકારા દંડને કારણે સરળ બનવાના ઇરાદે બનાવાયેલ કાયદો અનેક વેપારીઓ માટે મુશ્કેલીઓ સર્જી રહ્યો છે,

ભારતમાં કાર-કાયદાઓનું ૯૦% અનુપાલન કર-વ્યવાસિયકો દ્વારા જ થાય છે અને તેથી વેપારીઓ વતી સિસ્ટમ સામે રીતસરના તેઓ જજૂમી રહ્યા છે અને સિસ્ટમની નાકામયાબીને હિસાબે વેપારીઓને પૂર્ણ સંતોષ આપી શકે તે માટે અનેકોનેક રજૂઆતો સમયાંતરે કરી રહ્યા છે,પરંતુ તે પૈકી અનેક રજૂઆતો આજે ૧૬ મહિના પછી પણ ઠેર ની ઠેર રહેતા આજે જીએસટી કાઉન્સીલના ચેરમેન વતી જામનગર નિવાસી અધિક કલેક્ટરને આવેદન આપી યોગ્ય થવા રજૂઆત કરેલ છે,

જેમાં મુખ્ય મુદાઓ પર નજર કરીએ તો GST નેટવર્ક પર એક સાથે અંદાજે ૧૫૦૦૦૦ લાખ રિટર્ન ફાઇલ થઈ શકે છે અને દેશમાં GST નો. ધરાવતા વેપારીઓની સંખ્યા ૧.૧૪ કરોડ છે એટલે કે સર્વર અપગ્રેડ કરવું પડે તેની કેપેસિટી વધારવી જોઈએ જેથી વેપારીઓ સરળતાથી પોતાના કાર્યો કરી શકે અને લેટ ફી માંથી બચી શકે ,

રિફંડ પ્રક્રિયા ખૂબ જ જટિલ છે અનેક કિસ્સાઓ વેપારીઓને રિફંડ ૯૦ દિવસે પણ મળતું નથી આવા સંજોગોમાં સિંગલ વિન્ડો રિફંડ ક્લીરન્સ સિસ્ટમ ડેવલપ કરવા માટે અને રફંડ અરજીનો નિકાલ માત્ર ૨૦ દિવસમાં કરવાની માંગણી થયેલ છે, દરેક રિટર્ન સિંગલ ક્લિકથી ભરાવા જોઈએ જે વેટ કાયદામાં જોગવાઈ હતી તેવી જોગવાઈ હોવી જોઈએ, રિટર્ન રીવાઇઝ થઈ શકવા જોઈએ વેપારીને તેની ભૂલ સુધારવાનો મોકો મળવો જોઈએ,

કોઈ ત્રાહિત અને બિનસરકારી વ્યકિતઓનો સમૂહ જીએસટીની સિસ્ટમ અને તેની પર થતી કોઈ પ્રક્રિયા બાબતે પ્રમાણપત્ર ન આપે ત્યાં સુધી તે પ્રક્રિયા પર કોઈ પેનલ્ટી કે લેટ ફી લેવાવી ન જોઈએ,પોર્ટલની ખામીને કારણે છેલ્લા દિવસે રિટર્નના ભરી શકનાર વેપારીને પેનલ્ટીમાંથી મુક્તિ મળવી જોઈએ,

આ દરેક સૂચનો જીએસટી સિસ્ટમ તથા પ્રણાલીના છે અને તેને આખા ભારતમાં નેશનલ એક્શન કમિટી  ઓફ જીએસટી પ્રોફેશનલ્સ દ્વારા ઉપાડવામાં આવે છે નેશનલ એક્શન કમિટી ઓફ જીએસટી પ્રોફેશનલ્સના દરેક રાજયમાં અને કેન્દ્ર શાષિત પ્રદેશમાં કો ઓર્ડિનેટર છે અને તેની વધુ એક માંગણી દરેક કર વ્યવસાયિકોને જીએસટી કાયદા હેઠળ સમાન ન્યાય મળે તે માટેની પણ છે GSTના અમલીકરણમાં મહત્વનો ફાળો ભજવનાર પ્રોફેશનલ્સ દ્વારા વેપારીઓના ફાયદા માટે કરાયેલ માંગણીઓને ભવિષ્યમાં અનેક નેતા-રાજનેતાઑ, વેપારી મંડળો તથા ચેમ્બર અને સાંસદો વચ્ચે લઈ જવાની તૈયારીઓ આજે આપેલ રજૂઆતમાં દર્શાવાઈ છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.