એસટી બસમાં પણ થાય છે દારૂની હેરફેરી..

ત્રણ પેટી સાથે ડ્રાઈવર ઝડપાયો

એસટી બસમાં પણ થાય છે દારૂની હેરફેરી..

Mysamachar.in-ગીર સોમનાથ:

સૌરાષ્ટ્રમાં વિદેશી દારૂ ઘુસાડવા માટે બુટલેગરો દ્વારા છેલ્લા ઘણા સમયથી નીતનવા કીમિયાઓ અજમાવીને બહારના રાજ્યમાંથી દારૂ સપ્લાય કર્યા બાદ પોલીસની નજરથી બચી ન શકતા અત્યાર સુધીમાં લાખો રૂપિયાનો દારૂ ઝડપાઇ ચૂક્યો છે. ત્યારે સરકારી એસટી વિભાગ પણ કેમ પાછળ રહી જાય તે ચર્ચા વચ્ચે એસટી બસમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે,

ગુજરાતમાંથી દીવ જવા માટે મુસાફરો તેમજ પર્યટકોનો ભારે ઘસારો જોવા મળતો હોય જેને ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા સરકારી બસની સુવિધાઓ આપીને દીવ જવા  માટે અનેક રૂટો ચાલુ કર્યા છે. તેવામાં દીવથી અમદાવાદ જતી એસટી બસ રૂટને ઉના ચેકપોસ્ટ પાસે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મુસાફરોના માલસામાનમાં ચેકિંગમાં કઈ ન નીકળ્યું પરંતુ ડ્રાઈવર રાણા ગરચરની કેબિનમાં પડેલ થેલાની તપાસ કરતા એક નહીં પણ ૩૮ બોટલ એટ્લે કે ત્રણ પેટી ઉપર દારૂનો જથ્થો મળી આવતા પોલીસે સ્થળ પર જ એસટી ડ્રાઈવરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.