ગેરકાયદેસર બાંધકામ સામે ઠોસ પગલા ન લેવામાં એસ્ટેટનું હિત.?

કમિશનરને અંધારામાં રખાય છે કે માત્ર રેકડીઓ જ દેખાય છે?

ગેરકાયદેસર બાંધકામ સામે ઠોસ પગલા ન લેવામાં એસ્ટેટનું હિત.?

Mysamachar.in-જામનગર

જામનગરમાં ઠેર-ઠેર દબાણ કે ગેરકાયદેસર બાંધકામ એ કોઇ મોટી બાબત નથી પરંતુ આ દરેક કિસ્સાઓમાં એસ્ટેટનું હિત સમાયેલુ હશે? તેવી શંકા જાણકારોમાં જાગી છે તેમજ સંખ્યાબંધ દબાણ મામલે કમિશનરને અંધારામાં રખાય છે કે શું? કેમકે તેમને તો માત્ર રેકડીઓ જ દેખાણી અને તે પણ એકજ દિવસ દેખાઇ હતી તે વધુ આશ્ર્ચર્યની બાબત છે આમ તો રેકડી પથારા હટાવવા કમિશનરે જાતે પટ્ટમાં આવવુ પડે તે જ એસ્ટેટ શાખાની કોઇ ઘણા શંકાસ્પદ કારણો સાથેની નિષ્ક્રીયતા છતી કરે છે.

શહેરમા અતિ વકરેલા ગેરકાયદેસર બાંધકામના ઝુંડ કે જેના કારણે જાહેર સલામતી, જરૂર પડ્યે બચાવ રાહત કામગીરી, કોર્પોરેશનની આવક, ભાવિ આયોજનો વગેરે અનેક મુદે અડચણ અને નુકસાનીની ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે તે તમામ અતિ ગંભીર બાબતે એસ્ટેટ શાખા મેઇન "વિલન" હોવાનુ ઓડીટ રિપોર્ટ ઉપરથી તારણ નીકળે છે.

કેમકે ઓડીટ પેરામા નોંધ્યા મુજબ ગેરકાયદેસર બાંધકામની આસામી વાઇઝ વિગત મંગાઇ તો ટી.પી.ઓ. એ જણાવ્યુ કે તે સંપુર્ણ વિગતો પગલા લેવા એસ્ટેટ શાખામા મોકલી અપાઇ છે. જ્યારે એસ્ટેટમાંથી વારંવાર વિગત માંગવા છતા ઓડીટ ને કોઇ વિગત અપાતી જ નથી અને ઓડીટ કોઇ રિમાર્ક આપી શકતુ નથી આ લાચારી ભરી સ્થિતિ જો ઓડીટની થાય તો એસ્ટેટ વિભાગ કેટલુ પેધી ગયેલુ હશે તેનો અંદાજ આવી જાય છે. અંતે નુકસાન તો કોર્પોરેશન ને જ છે ને નહીતો ટી.પી.ઓ. એ પણ પુછવુ જોઇએ ને કે જે યાદી મોકલી હતી તેમાંથી કેટલા ડીમોલિશન થયા કેટલા બાકી છે અને તેના કારણો શું છે? જો કે પુછવાથી એસ્ટેટ દાદ પણ ન દે અને બહુ ભારપુર્વક કોઇ તેને પુછી ન શકે તેવી સંવેદનશીલ બાબતો ગઠબંધીત છે તેમ મનપાના સુત્રો જ જણાવે છે.

-એસ્ટેટ વિગતો શા માટે દબાવે છે?

એસ્ટેટ શાખાએ ગેરકાયદેસર બાંધકામ અંગે યાદી મળ્યા બાદ દબાણ શાખાને તે તોડીપાડવા હુકમ કરી આપવાનો હોય છે આમ તો ટી.પી.ઓ.નો હુકમ તો હોય જ છે તેની અમલવારી કરવાની હોય છે તો બહુ પાછળ ન જઇએ તો 2016 થી આ અંગે વ્યાપક કામગીરી કેમ ન થઇ? કેમ એસ્ટેટે ઓડીટ થી અને કમિશ્નરથી તેમજ વિગત માંગનારાઓમાંથી મોટાભાગનાઓ થી વિગતો કેમ છુપાવી? તેવા અનેક સવાલ ના મુળમા ખુબ લાભદાયી એવા એસ્ટેટની સમગ્ર બ્રાંચોના "સહિયારા પુરૂષાર્થ"  રહેલા છે.

-ગે.કા.બાંધકામનો વ્યાપ વધતો જાય છે કે વધવા દેવાય છે

મનપામાંથી જાણવા મળ્યા મુજબ અમુક કિસ્સામા પતરાના બાંધકામ દબાણ સ્વરૂપે હોય તો પણ નોટીસો આપી દેવાઇ છે હવે થાય છે એવુ કે જે લીસ્ટ ટીપીઓ મોકલે તેમાંથી મોટાભાગના લોકેશનોમા એસ્ટેટ ના નાના મોટા સૌ જવાબદારો ચક્કર તો લગાવી જ લે છે અમુક કિસ્સાઓ "વચેટીયા"ઓ ઉપર છોડાય છે બાદમા "ગમેતે થતુ હોય" પતરાથી માંડી કાચા પાકા દબાણોમાંથી ઘણાખરા "બીજમાંથી વટવૃક્ષ" થઇ અડગ અને અનટચ રહે છે આમ આખરી નોટીસો બાદ પણ ગેરકાયદેસરતા વધુ વકરતી જાય છે તેવુ પણ જાણકારો ખાનગી રાહે જણાવે છે.