Mysamachar.in-જામનગર
જામનગર કોર્પોરેશનની ફુડ શાખાની તપાસ માટે વિસ્તાર અને ફુડ કેટેગરી જાણે બાંધેલી હોય તેમ ચોક્કસ વિસ્તારો જ અને ચોક્કસ પ્રકારના ફુડ જ ચેક કરી સંતોષ માની લેવાય છે, બીજી તરફ સ્ટેટ ફુડ એન્ડ ડ્રગ તો ચેકીંગ કરે છે કે નહિ તે તો બહાર જ નથી આવતુ માટે તે અંગે અલગથી વિગતો માંગવાની તૈયારી સાથે હવે ખાદ્યસ્થળોના વિડીયો જાહેર થનાર છે,
જામનગર કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા ફરસાણ, મીઠાઇ, ખાણીપીણીની તપાસ માટે રેકડી કેબીન દુકાન સાદા રેસ્ટોરન્ટમાં કામગીરી થઇ રહી છે, અને ફૂડ શાખા દ્વારા તપાસ હાથ ધરી અયોગ્ય ખાદ્ય પદાર્થોનો નિકાલ પણ થઇ રહ્યો છે જરૂર પડયે નોટીસો પણ અપાય છે પરંતુ સીલ મારવામાં રોગચાળાની સીઝનમા પણ કંઇક કારણસર ધીરજ રાખી રહ્યા છે તે વાસ્તવિકતા છે,
જાહેર સ્થળો પર વેજ અને નોનવેજ તેમજ બંધ બારણે પણ વેજ નોનવેજ ખાદ્યસામગ્રીના વેંચાણ ધમધમી રહયા છે, એટલુ જ નહી રેકડીઓમાં અને ખુલ્લામાં થતા વેચાણમાં વધારો થતો હોવાના અહેવાલ સામે આવ્યા છે. પરંતુ જા.મ.પા.ની ફૂડ શાખા દ્વારા આ તમામ બાબતો નજર અંદાજ કરવામાં આવે છે. ફૂડ શાખાની બેધારી નીતિની શહેરના અનેક વિસ્તારોમાં આ બાબતે ચર્ચાઓ થઇ રહી છે, ફકત ફરસાણ અને મીઠાઇને જ ધ્યાનમા ન રાખી તમામ બબતોને આવરી લેવામાં આવે તેવી પણ માંગણી ઉઠી રહી છે.
ઉપરાંત સમર્પણ રોડ ઢીંચડા વિસ્તાર નાઘેડી સબસ્ટેશનથી માંડી લાલપુર બાયપાસ લગત વિસ્તારોથી મોરકંડા રોડ વિજરખી રોડ ધુંવાવ રોડ નાગના બેડી સુધી જતા આવતા વચ્ચે આવતા રોડ વિસ્તાર ગલી ખાંચા એમ ચોતરફ ની દરેક વિસ્તારની તમામ રેકડી બેકરીઓ ફાસ્ટ ફુડ ઠેલા પથારા તાવા સ્ટેન્ડ કેબિન જેવા તેવા ધાબા ખુલ્લા રેસ્ટોરન્ટ મોટી હોટલો કે નાની હોટલો રેસ્ટોરન્ટો તમામના વર્ષ દરમ્યાન વિસ્તાર વાઇઝ આયોજન કરી ચેક ન કરી શકાય??તો દરેક સ્થળ ચેક થઇ શકે તેમ છે,
ખોરાક બનાવનાર તંદુરસ્ત છે તેનુ ચેકીંગ સ્વચ્છતાનુ ચેકીંગ પાણીના ચેકીંગ રસોઇ બને છે તે સામગ્રી ક્યા રાખી છે તેનાથી માંડી દરેક ચેકીંગ રસોઇ કેમ રખાય છે કેમ પીરસાય છે રસોડામા જવા દેવાય છે કે કેમ તાજુ છે કે કેમ વસી છે કે કેમ બગડેલુ સડેલુ છે કે કેમ વાસણો સાફ થાય છે કે કેમ ત્યા કોરોના માર્ગદર્શિકા પાલન છે કે નહિ આરોગ્ય ચકાસણી અને નિયમપાલન છે કે કેમ ઢાંકેલુ છે કે કેમ યુરીન ટોયલેટથી દુર છે કે કેમ જીવાત માખી મચ્છર ખાડા ગંદકીથી દુર છે અથવા આવુ કંઇ છે કે કેમ અથવા જનઆરોગ્યના ચેડા કરતી બીજી કોઇ બાબતો છે કે કેમ આવી અનેક બાબત ચેક થઇ રહી ન હોય હવે કોર્પોરેશનના ફુડ વાળા જ્યા ચેક કરી આવ્યા હોય ત્યાની જ ખામીઓના વિડીયો જાહેર કરવાની ઝુંબેશની વિચારણા અમુક જાગૃત ગૃપ કરી રહ્યા છે.