Mysamachar.in-જામનગર
જામનગર શહેર અને જીલ્લામાં કોરોના કેસો માંડ કાબુમાં આવી રહ્યા હતા ત્યાં જ જામનગરમાં એક વૃદ્ધ મહિલાનો કોરોના ડેલ્ટા+ રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે, આ અંગે જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી મુજબ જામનગરના ગાંધીનગર અન્નપૂર્ણા મંદિર પાસે રહેતા વૃદ્ધ મહિલાનો ગત 28 મેના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ જે બાદ G.G. હોસ્પિટલમાં દાખલ થયા હતા. અને 2 જૂનના રોજ તેમને ડીસ્ચાર્જ પણ કરવામાં આવ્યા હતા, જે બાદ ડેલ્ટા પ્લસ વોરિયન્ટ છે કે કેમ તેની ચકાસણી માટે G.G. હોસ્પિટલમાંથી રિપોર્ટ પુણેની લેબમાં મોકલવામાં આવેલ જેનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો હોવાની વાત મનપાના આરોગ્ય વિભાગે પુષ્ટિ આપી છે. જાણવા મળતી માહિતી પ્રમાણે હાલ આ 60 વર્ષીય મહિલા સંપૂર્ણ સ્વસ્થ છે. આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તારમાં જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.