Mysamachar.in-જામનગર:
ગતરાત્રીના રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના 113 પોલીસ ઇન્સ્પેકટરોની બદલીઓના આદેશ કરવામાં આવ્યા છે જેમાં જામનગર સીટી બી ડીવીઝન પોલીસ ઇન્સ્પેકટર કે.જે.ભોયે અને સી ડીવીઝન પોલીસ ઇન્સ્પેકટર કે.એલ.ગાધેને સુરત શહેરમાં બદલી કરવામાં આવી છે, કાલાવડમાં ફરજ બજાવતા યુ.એચ.વસાવાને અમદાવાદ શહેરમાં મુકવામાં આવ્યા છે.તો દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પી.બી.ઝાલાની અમદાવાદ શહેર જયારે બી.જી.ચેતરિયાની અમદાવાદ શહેરમાં બદલી કરાઈ છે.
આ બદલીઓની સામે જામનગર જીલ્લામાં ગાંધીનગરથી એચ.પી.ઝાલા,આણંદથી વાય.આર.ચૌહાણ, સાબરકાંઠાથી પી.એલ.વાઘેલા, સુરત ગ્રામ્યથી ડી.કે.ચૌધરી, બોટાદથી જે.વી.ચૌધરી, તો દેવભૂમિ દ્વારકા જીલ્લા માટે કચ્છ પૂર્વથી ડી.એમ.ઝાલા, કચ્છ પશ્ચિમથી એસ.એસ.ચાવડાને મુકવામાં આવ્યા છે. જામનગર સીટી એ ડીવીઝન પોલીસ મથકનો ચાર્જ એમ.બી.ગજ્જરે સંભાળ્યો છે.