અંગ્રેજી શરાબ પીનારા થઈ જજો સાવધાન... ગુજરાતમાં હલકી ગુણવતનો નો દારૂ ઘુસાડાઈ રહ્યો છે

વીરપુર બાયપાસ નજીક ઝડપાયો જંગી જથ્થો

અંગ્રેજી શરાબ પીનારા થઈ જજો સાવધાન... ગુજરાતમાં હલકી ગુણવતનો નો દારૂ ઘુસાડાઈ રહ્યો છે

my samachar.in-રાજકોટ: 

ગુજરાતમાં ભલે દારૂ બંધી હોય પણ આજ ગુજરાતમાં દારૂના કેટલાય પ્યાસીઓ એવા છે કે જેને સાંજ પડતની સાથે જ શરાબની તલપ લાગી જાય છે ત્યારે આવા પ્યાસીઓ માટે હલાવીદે તેવા સમાચાર મળી રહ્યા છે રાજસ્થાનથી ગુજરાતમાં રોયલ આર્મ જેવો હલકી ગુણવત્તાનો ઇંગ્લીશ દારૂ ઘુસાડવાના રેકેટનો રાજકોટ આર.આર.સેલની ટીમે પર્દાફાશ કરીને ૧૩૦૦ પેટી ઇંગ્લીશ દારૂના જંગી જથ્થા સાથે બે રાજસ્થાનના શખ્શોની ધરપકડ કરી છે,

ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવારના સમયે મોજ મજા કરવા માટે રાજસ્થાનથી ઇંગ્લીશ દારૂ મંગાવવામાં આવ્યો હતો અને રાજસ્થાનથી ટ્રક નં આર.જે.૧૯-જી.બી.૨૮૦૧ દારૂ ભરીને ગુજરાતની મોટા ભાગની બોર્ડર પાર કરીને રાજકોટ પણ આ ટ્રક ટપી ગયો હતો ત્યારે રાજકોટ આર.આર.સેલના પી.એસ.આઈ. એમ.પી. વાળા તથા સ્ટાફના નરેન્દ્રસિંહ રાણા, કુલદીપસિંહ ચુડાસમા, મનીષભાઈ વરુ, શીવરાજભાઈ ખાચર, ભરતસિંહ પરમાર, ડ્રાઇવર સંતોષ પાલ વગેરે મોડી રાત્રીના બાતમી મળતા  આ ટ્રકનો પીછો કર્યો હતો અને વીરપુર બાયપાસ નજીક વચ્છરાજ હોટલ પાસે આ ટ્રકની તલાશી લેવામાં આવતા ટ્રકમાં ખીચો ખીચ ઇંગ્લીશ દારૂ અને બિયરનો જથ્થો ભરેલ હોય ટ્રકમાથી રોયલ આર્મ સહિતની ઇંગ્લીશ દારૂની બોટલો નંગ ૧૪૬૫૯ કિમત ૫૧ લાખ, બીયર નંગ ૨૩૯૬, કિમત ૨ લાખ, મોબાઇલ, ટ્રક મળીને ૬૮ લાખ ઉપરનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો,આર.આર.સેલની ટીમે રાજસ્થાનની ટ્રક ડ્રાઇવર વિરમચંદ દુર્ગારામ ગોડ,ક્લીનર જગદીશ કાળુરામ ચોટીયાની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરતા રાજસ્થાનથી દારૂ સપ્લાય કરનાર શેતનસીંગ, શેઠ અને રઘુ મુનિમનું નામ આપ્યું હતું અને આ દારૂ  જુનાગઢ સપ્લાય કરવા જતાં હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે.