..તો તમારો હથિયારનો પરવાનો થઇ જશે રદ

સીન નાખવા પડશે ભારે

..તો તમારો હથિયારનો પરવાનો થઇ જશે રદ
પ્રતિકાત્મક તસ્વીર

Mysamachar.in-ગાંધીનગર:

ગુજરાતમાં લગ્ન સહિતની ઉજવણી પ્રસંગે જાહેરમાં હથિયારોથી ફાયરીંગ કરવાના વધતા બનાવોની રાજ્યના ગૃહ વિભાગે ગંભીર નોંધ લઈને જાહેર સ્થળો પર ફાયરીંગના બનાવો અટકાવવા માટે પરિપત્ર જાહેર કરીને પોલીસ વિભાગને આ સૂચના આપવામાં આવતા હથિયારનું લાયસન્સ ધરાવતા લોકોએ ચેતી જવું પડશે,

છેલ્લા ઘણા સમયથી ગુજરાતભરમાં લગ્ન પ્રસંગ કે અન્ય ઉજવણી પ્રસંગે મોજમાં આવીને હથિયારથી હવામાં ફાયરીંગ કરવાના બનાવો વધ્યા છે અને ફાયરીંગ દરમ્યાન બેદરકારી રાખવામા આવતા ઘણા કિસ્સામાં જાન ગુમાવવાના બનાવો બનતા હોય છે,

ત્યારે લાયસન્સ ધરાવતા પરવાનેદારો પર અમુક નિયંત્રણો છે જેવા કે, જાહેર જગ્યાઓ અથવા લગ્ન, જાહેર સભા, મેળો તેમજ જાહેરમાં હથિયારો ચલાવવા પર નિયંત્રણ હોવા છતાં લાયસન્સ ધારકો તેમજ લાયસન્સ વગરના હથિયારોથી ફાયરીંગ કરવાથી ગંભીર બનાવો બને છે.તે રાજ્ય સરકારના ગૃહ વિભાગને ધ્યાને આવતા રાજ્યના ડી.જી. તેમજ તમામ પોલીસ વડાને સૂચના આપીને કડક કાર્યવાહી કરવાનું જણાવવામાં આવ્યું છે અને જાહેરમાં ફાયરીંગ કરનારા પરવાનેદારોના લાયસન્સ રદ કરવા માટે આર્મ્સ રૂલ્સના નિયમના ભંગ હેઠળ કાર્યવાહી કરવા આદેશો અપાયા છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.