ગુજરાતના રાજકારણમા ડોરામણ...ભાજપની વધતી મુંઝવણ...આપણા જ ટાળી નહી દે ને.?ની વચ્ચે સામાજીક આગેવાન એવા રાજ્યકક્ષાના વ્યક્તિના "ખેલ" ખરેખર કોના માટે.?

આપ દિલ્હી બાજુથી પંજાબમા ફાવ્યુ તો પ્રચાર તરકીબોથી ગુજરાતમા સતાધારીને હંફાવશે તો કોંગ્રેસના વારંવાર ડોકિયા બાદ  "થાય એટલુ કરશુ" મોડમા

ગુજરાતના રાજકારણમા ડોરામણ...ભાજપની વધતી મુંઝવણ...આપણા જ ટાળી નહી દે ને.?ની વચ્ચે સામાજીક આગેવાન એવા રાજ્યકક્ષાના વ્યક્તિના "ખેલ" ખરેખર કોના માટે.?
symbolic image

Mysamachar.in-ગુજરાત

ગુજરાતમા મોદીયુગ બાદ ચુંટણીમા એ જ મતદારો હોય પરંતુ મતદાનમા તફાવત થઇ જાય છે કેમ.? આવો સમજીએ સૌ સ્વીકારે છે કે મોદિ જ જોઇએ છે ક્યા દિલ્હીમાં...હવે મોદી ગુજરાતના નાથ નથી અને ભાજપ ચહેરો બતાવી સ્થાનીય લીડરશીપ દર્શાવી ચુંટણી લડતુ નથી બસ કમળ ને જીતાડો....તેવી બોલવામા સારી વાત કરે છે માટે દેશ સુરક્ષીત રહે તેમ માનનાર લોકોની પ્રથમ પસંદગી અને આખરી પસંદગી હાલ તો મોદી જ છે જ્યારે મોદીના ગયા પછી કોઇ મુખ્યમંત્રી કે પ્રદેશ કક્ષાના કોઇ નેતા લોકોને એકજુથ રાખી ન શક્યા ઉલટા સમાજ ધર્મ જાતિના પ્રશ્નો ઉભા કર્યા અને શિસ્ત કોરાણે મુકાય ગઇ અને સતાના મદમા ભુલ ઘણી કરી સ્વ વિકાસ બહુ કર્યા(હા ક્યાક ક્યાક ભાજપના ઘણા નેતાઓ હજુ ખુબ જ લોકપ્રિય પણ છે, પરંતુ તે તેમના વિસ્તારોમા અને તે પણ માત્ર પક્ષ જ નહી વ્યક્તિની પણ આભા હોય છે ) માટે પ્રજાજનો સંસદમા ખુબ જ રીતે ભાજપ તરફી ઝુકે છે પરંતુ વિધાનસભામા કે અમુક વખતે ગોઠવણ થઇ હોય તે સિવાય સ્થાનીક કક્ષાએ ભાજપ તરફી જુકાવ દર્શાવે છે, પરંતુ ત્યા ઉપર તો મોદી જ સવાલ અહીનો ગુજરાતનો છે જ્યા કઇ કઇ બાજુ ક્યા ક્યા વિસ્તારોમા સઢ વળશે તે નક્કી હજુ તો કરી શકાય નહી પરંતુ સતાધારીઓ માટે કપરો સમય તો છે જ એ નક્કી હોવાનુ તારણ નીકળ્યુ છે,

 

એ સિવાયની મહત્વની બાબત એ છે કે લોકોની જાણ બહાર સમીક્ષાથી ય દૂર અને કઇક બહુ મોટી ગેઇમ થાય કે સોગઠા ગોઠવાય ને નામશેષ પણ થાય તેવી મુરાદો સાથેની એવી રાજકીય શકુની ચાલ ગુજરાતમા ચાલે છે કેમકે સતા સૌને જોઇએ છે માટે ગુજરાતના રાજકારણમા ડોરામણ ઉભુ થયુ છે માટે ભાજપના જ અમુક નેતાઓની મુંઝવણ વધી છે કે...."આપણા જ આપણ ને ટાળી નહી દે ને"?દાવેદારી કરવા જેવાય અમુકને રહેવા દે તો ય સારૂ છે ની ક્યાક ક્યાક ભિતિ છે આ બધાની  વચ્ચે રાજ્યના સામાજીક આગેવાન એવા રાજ્યકક્ષાના વ્યક્તિના "ખેલ" ખરેખર કોના માટે  છે તે પણ વિશેષ સમીક્ષાજનક છે....

 

કેમકે અમુક મોવડીઓ કહે છે કે નિંદામણ કાઢવુ જ મળશે નહી તો આપણને સતા સંપતિ અને સક્ષમતા અઢળક મળવાને બદલે ઘટશે જે પરવડે તેમજ નથી અને હા નેશન ફર્સ્ટ ખરૂ પણ પહેલા મારૂ સાજુ થવા દો ની વાત પણ દિમાગમા તો ઘણા ફરે જ છે ને? તે સવાલનુ આકલન જનતાના દિમાગમા છે, ત્યારે આ અગ્રણીનો ઝોક પણ ઘણા નવા સમીકરણો ઉભા કરશે કેમકે આ લોકપ્રિયતા સાથે તેમની વિચારધારા કોંગ્રેસની છે હવાનુ રૂખ જોતા ભાજપમા સારૂ એવુ રક્ષણ છે તો પ્રજાની સેવા અને સાદગી અપનાવવા હોતો આપ છે માટે સર્વેતો જરૂરી છે પરંતુ સા્પ્રત પ્રવાહમા પોતાના સમાજ માટે કઇક કરી છુટવા સૌ સમાજને સાથે લઇ ચાલવાની નેમ સાથેનો નિર્ણય બહુ કપરો છે, ત્યારે ભાજપમા વધુ ભરોસો અને ઘરોબો હોઇ રાષ્ટ્રીય રાજકારણની મહત્વકાંક્ષા હોય તો ભાજપને વિરોધને મજબુત અસરકારક અને પરીણામલક્ષી બનાવી જનતાને ન્યાય અપાવવો હોય તો કોંગ્રેસ ગ્રામજનો થી માંડી દરેકની વેદનાને વાચા આપવી હોતો આપ એમ ત્રણ ડાયમેન્સ છે માટે જ આ અગ્રણી અવઢવમા છે,

અન્ય પક્ષો ખાસ કરી કોંગ્રેસ અને આપ અંગે આછેરો અભિપ્રાય ધ્યાને લેવો જ પડે બાદમા તે બંને પક્ષની હાલની મક્કમ પ્રગતિ તે અવગણી શકાય તેમ નથી કેમકે પ્રજા હજુ તો કળવા દેતી નથી માટે સતા જોતી હોય તો લેશન કરો સંગઠન તો છે પણ સક્રિય કરો કાર્યકર્તાઓને સાચવો માત્ર સભા મીટીંગમા બોલી ને કે કાર્યકર્તાઓ જ પાર્ટીઓના પ્રાણ છે...... તેમ સારૂ લગાડ્યા  બાદ કાર્યકર્તા ભલામણ પત્ર લેવાય લફા લેતા હોય તે ચુટણી સમયે.?

 

હવે આ જ વાત ને જુદી રીતે જોઇએ તો આપ દિલ્હી બાજુથી પંજાબમા ફાવ્યુ તો પ્રચાર તરકીબોથી ગુજરાતમા સતાધારીને હંફાવશે તો કોંગ્રેસના વારંવાર ડોકિયા બાદ "થાય એટલુ કરશુ" મોડમા મોટાભાગે હોય છે તેવુ અને માત્ર તેટલુ જ માપી ગફલતમા રહેનાર પક્ષ હાંફી પણ જાય તેવુ બની શકે છે આ બંને પક્ષો ગાબડા ચોક્કસ પાડશે એ વ્યાપક અભિપ્રાય છે, કેમ કે મોંઘવારી બેરોજગારી ભાંગતા ગામડા જનસુવિધાઓમા અનેક ખામી રાજકીય ખેંચતાણ ક્યાક દુશ્મનાવટ ક્યાક દબાવાની નિતિ ક્યાક દબાઇ જવાની તકવાદી ભિતિ વગેરે જોતા દિલ્હી ગમે તેટલુ જોર કરે.." હમે તો અપનોને લુંટા..." વાળી ન થાય અને " ગાવ બસા નહી ઓર...."ની જેમ શરતો થકી ચુંટણી ન લડાય(આમ તો થવાનુ એવુ જ..ગાજર હીંચકા ભેદ  બધુ ટુકુ પડશે) તો જ પ્રજાનુ ભલુ થાય તેમ છે નહિ તો સેવાના કહેવાતા ભેખધારીઓ સતા દ્વારા વ્યક્તિજન વિકાસ તો કરવાના ધ્યેય સાથે કઇક બાંધછોડ હાલ કરે છે અને હજુ કરશે તેવો ટીકાત્મક અભિપ્રાય પણ મળ્યો છે.