ભાજપમા રાફડો ફાટ્યો..સતામા છે ને.? છમકલા કરી છાની થઇ જતી કોંગ્રેસ સદ્ધર ઉમેદવારો ક્યાથી લાવશે.?આપની હવા કામ કરશે ખરા..?

બંને પક્ષોની થોડી થોડી મક્કમ તૈયારીઓ જોતા સતાધારીઓ માટે કપરા ચઢાણ ....!

ભાજપમા રાફડો ફાટ્યો..સતામા છે ને.? છમકલા કરી છાની થઇ જતી કોંગ્રેસ સદ્ધર ઉમેદવારો ક્યાથી લાવશે.?આપની હવા કામ કરશે ખરા..?

Mysamachar.in-ગુજરાત:

ગુજરાત વિધાનસભા ચુંટણી આ વખતે કોને ખબર કેમ બહુજ ચર્ચિત છે તેમજ પહેલા તો ચુંટણી વહેલી કે સમયસર?? અને નવેમ્બર ડીસેમ્બરમા કઇક મેગા અડચણ આવે તો તેથીય મોડી.? થસે તેમ ત્રણ જાતની બાબતો બાદ ચુંટણી લડવા કોન કોન ઉત્સાહી ઇચ્છુક છે પરંતુ તે બધામા થી કોને કોને ટીકીટ મળશે? આ બાબતે ટોપ ટુ બોટમ કઇક બની રહ્યુ છે જે બંને મુખ્ય પક્ષ માટે કવાયતને કસોટી સમાન ગણાય છે,

આ બાબતોમા પ્રથમ કોંગ્રેસની વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસની કમાન હવે પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરને સોંપવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની  ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે તેમના નામની જાહેરાત કરવામાં આવી છે.  જ્યારે વિપક્ષી નેતા પદે સુખરામ રાઠવાની પણ વરણી થઇ છે બંને નિવડેલા નેતાઓ છે અને સુઝકો ધરાવે છે તેમને બાકી રહેલી કોર્પોરેશનના નેતાઓ સંગઠનના હોદેદારો વાળી ખાલી જગ્યાઓ પુરી હતી પરંતુ ત્રીસ ટકા કે તેથી વધુ મહિલાઓ કે પચાસ ટકા યુવાશક્તિ સમાવી નથી શક્યા ઉપરથી મોવડીઓ એવુ કહે કે "જેને જવુ હોય તે જાય" એ બાબત પણ પરિસ્થિતિ બગાડી શકે તે સહેજે સૌ જાણતા જ હોય છે જો કે હજુ સર્વે  ચાલે છે ગુપ્તચરો સક્રિય છે જે મુજબ અમુક જગ્યાએ કઇક સામસામા આંતરીક સેટીંગ કે શાસન પ્રત્યે રોષ કે ડામાડોળ જનમાનસ અને  સમાજીક દરેક  સ્થિતિ કોંગ્રેસ ધારે તો તેના માટે  ફાયદા રૂપ છે,

કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા સહિત આ ત્રણેય નેતાઓ જે આત્મવિશ્વાસથી નિવેદન આપે છે તે જોતા કાં તો અંદરખાને તૈયારી થઇ ગઇ છે અથવા તો પોત પોતાના મહત્વ વધારવા ઢોલ પીટતા હોય તેવુ બનવા પામી શકે છે કોંગ્રેસના અમુક સિનિયરોના ગમા અણગમા વચ્ચે કસોટીરૂપ સ્થિતિ છતા કોંગ્રેસ પાસે ઘણી બેઠકની શક્યતા છે પરંતુ જો અને તો છે કેવી રીતે તે જોઇએ તો જો નીવડેલા ઉમેદવારો કાંતો સક્ષમ કાંતો લોકપ્રિય ઉમેદવાર ને કોંગ્રેસ તક આપે અને દરવખતની જેમ બાંધછોડ ન કરે તો ઘણુ માઇલેજ મળવાની શક્યતાઓ નિષ્ણાંતો જુએ છે, જો કે 125 બેઠક સાથે કોંગ્રેસ સરકાર રચશે તેમ મોવડીઓ નિવેદન કરે છે....જો કે વિપક્ષ એ તો જરૂરી ગોફણીયા ફેંકવાના હોય જ છે,

ત્યારે આમ આદમી પાર્ટી સંગઠન બની રહ્યુ છે પરંતુ કોને ખબર કઇક આક્રમક બની રહ્યુ છે દિલ્હી ની આપ અને સૌરાષ્ટ્રની જામનગર સહિતની આપ અને સૌરાષ્ટ્ર સિવાયના ગુજરાતની આપ ના મુલ્યો ચિંતન અને વ્યવહાર અલગ અલગ દેખાય છે ત્યારે એક છત્ર નીચે આવી ને જહેમત થાય તો ચાન્સ વધે બાકી આપની હવા અસર કરશે જ તેમ જાણકારો જણાવે છે ગુજરાતમા ગોપાલ ઇટાલીયા તેમજ ઇસુદાન ગઢવીને બાગડોર સોંપ્યા બાદ કેજરીવાલ અને માન એમ બે મુખ્યમંત્રીઓ મુખ્ય માર્ગદર્શક છે અને તે બંનેની ગુજરાતની મુલાકાત વખતે સારો દેખાવ રહ્યો હતો પરંતુ તમામ 182 ઉમેદવાર આપના કોણ?? તે સમય જ કહેશે હા એક વાત છે કે ભ્રષ્ટાચાર નાબુદી ફ્રી પાણી લાઇટ આરોગ્ય સેવા તેમજ શિક્ષણ સાથે બહેનોને માટે વધુ લાભની આપની નવી દિલ્હીની સરકારે જે કર્યુ છે તે પ્રજાલક્ષી નિર્ણયોની પંજાબમા અસર પડી અને આપને સતા આપી છે તે દરેક બાબત ગુજરાતના પરીપ્રેક્ષ્યમા જોઇએ અહી આપ ને વધુ નહી પરંતુ ભાજપને નાનુ મોટુ ગાબડુ પાડી શકે જો સિદ્ધાંતોને વળગી રહી કોરી પાટી સમાન ઉમેદવાર પસંદ કરવા પડશે.

જો કે આપના નેતાઓ પોતાને સતા મળે છે તેવા નિવેદન વારંવાર કરે છે તે બાબત ઉમેદવારો પસંદગી બાદ વિશ્ર્લેષકો માટે  સ્પષ્ટ થાય તેમ છે કેમકે હાલ થતી પક્ષની પ્રવૃતિઓમા સંકલન જરૂરી છે કેમકે પાયા ઉડા કરવાના છે પરંતુ ઉપરછલ્લા નિવેદન અને અભ્યાસપુર્ણ જનપ્રશ્નોના ઉકેલ ખાસ કોઇ લાવી શક્યા ન હોઇ પંજાબ દિલ્હીના દાખલા દઇ મહેનત થાય છે તે કેટલી સફળ થશે ??

ભારતીય જનતા પાર્ટી છેલ્લા છ મહિનાથી વધુ ચોંકી ગઇ છે પરંતુ પ્રદેશના કડક માસ્તર  પાટીલ  ઘણુ બોલે છે પોલીસી હોય તેવા નિવેદનો તો કરે છે પરંતુ સો ટકા તે નિતી ઉપર જ ચાલશે?? એ ફીક્સ નથી બાંધછોડ કરવી જ પડે કેમકે જંગી બહુમતી તો બરાબર પહેલા તો સામેના બે પક્ષો ભલે નાના પાયે સક્ષમ છે પણ અવગણાય નહી (ગત વખતના પરીણામો સંદર્ભ છે) માટે ઉમેદવાર પસંદગી જ મોટો પડકાર છે 182 બેઠક મેળવવી ( વચનેસુ કિમ દારિદ્રમ.....ની જેમ) બાદમા 150 પ્લસની વાતો હવે જંગી બહુમતીથી સંતોષ પામવાની અંદરખાને સ્વીકારેલી બાબત વચ્ચે કાર્યકર્તાઓને તો મસમોટા ટાર્ગેટ તો આપવાના જ છે પરંતુ આ વખતે કોંગ્રેસ કે આપ ને નજર અંદાઝ કરી શકાય તેમ નથી હા.....પ્રવાસીઓ આવે....તેવુ બોલી અમે હજુ અડીખમ છીએ તેવુ બહારથી દર્શાવાય  પણ અંદરથી ચિંતા હોય પણ શકે ....ન પણ હોય....!!??

કદાચ એમ ન હોય તો જિલ્લાવાર ભાજપની જુથબંધી અને આંતરીક ખેચતાણ અને સંગઠનના અમુક અમુકના  અસંતોષનો સામનો ભાજપ માટે મુખ્ય પડકાર ગણી શકાય અને બીજી તરફ કોંગ્રેસની દેખાતી તૈયારીઓ સાચી હોય આપની કાચબચાલ પણ મક્કમ હોય તો ભાજપ ટાર્ગેટનહી પણ પ્રથમ તો 100 થી વધુ બેઠકના ટાર્ગેટ સાથે પ્લાન કરે બાદમા પ્લાન બી 125 થી 150 અને બાદમા 150 પ્લસ ધારણા કરે પરંતુ તે માટે હાલની સઘન તૈયારીઓ ઓછી પડે તો નવાઇ નહી તેવી ચર્ચાઓ જાણકારો કરે છે તેમાય ગુજરાતમા આ વખતે પ્રદેશપ્રમુખ સ્વતંત્ર નિર્ણય લઇ તન તન નામની પેનલ  દિલ્હીમા મોદી શાહ ની જોડીને આપવાની થાય જો કે પાટીલ ને જવાબદારી વધુ અને મહત્વની હોઇ તેમના સુચનો ધ્યાનમા ચોક્કસ લેવાશે પરંતુ ભાજપમા ટીકીટ દિલ્હીથી જ નક્કી થશે જ્યારે કોંગ્રેસમા ફિુફટી ફિુફટી રહેશે તો આપ અમુક ટીકીટ ની લ્હાણી કરશે તેવા સંકેતો મળી રહ્યા છે

આ રીતે ત્રણેય પાર્ટીઓની હાલનીસ્થિતિનો માત્ર આછેરો અંદાઝ મળ્યા બાદ એ તો ખરૂ જ કે હજુ ચુંટણી જાહેર નથી થઇ માટે ત્યારના સમયમા સમયસર વિશેષ મુલ્યાંકન કરવાથી ત્રણેય પક્ષ નુ હાલનુ ચિત્ર કદાચ બદલી પણ જાય તો નવાઇ નહી તેમ પોલીટીકલ એનાલીસ્ટો માને છે બાકી આ તો પબલીક છે યહ સબ જાનતી હૈ તેઓ આ વખતે છેક સુધી પબલીકને ભોળવી શકાય તેમ નથી તેમજ વ્યાપક રીતે નો શાસકોમાથી અમુક અસંતોષનો સામનો કરનાર લોકો શુ નિર્ણાયકતા પ્રગટ કરે છે.?તે જાણવુ રસપ્રદ રહેશે તેમ પણ આ મુદાઓમા નિષ્ણાંતો ઊમેરે છે,

-રાજકીય ટીપ્પણીઓના ચર્ચાતા મુદાઓ જોઇએ....at a glance...તો....પ્રાથમીક રીતે આ મુજબ ચર્ચાઓ વિશ્ર્લેષણ  વગેરે થાય છે..

-ગુજરાત વિધાનસભા ચુંટણી  માટે ભાજપમા રાફડો ફાટ્યો..સતામા છે ને?

-તો છમકલા કરી છાની થઇ જતી કોંગ્રેસ તમામ સદ્ધર ઉમેદવારો ક્યાથી લાવશે?આપની હવા પણ કામ કરી જશે

-ભાજપમા સૌને ઉમંગ  અને ઉમળકો(અભરખા શબ્દ અયોગ્ય લાગે)કેમકે સતા ફરી ભાજપની જ આવે છે 

પરંતુ મતદારો માંડ માંડ પણ  નાક રાખશે શાસકપક્ષનુ તો હવે બે વિપક્ષ કોંગ્રેસ અને આપ કાઠુ કાઢશે જ પ્રજા બાખોડીયા ભરતા આપને કઇક તો આપશે જ....કોંગ્રેસને પણ સારી તક છે ભાજપને હંફાવવાની..જો સ્ટોક ખલાસ ન થાય તો....!