જામનગર:માસુમ બાળકી પાસે પીવાનું પાણી માંગી નરાધમે શખ્સે દુષ્કર્મનો ભોગ બનાવી...

ચર્ચાસ્પદ બનેલ આ કેસનો ગણતરી ની કલાકોમાં જ ઉકેલ લાવવામાં પોલીસ ને સફળતા મળી છે.

જામનગર:માસુમ બાળકી પાસે પીવાનું પાણી માંગી નરાધમે શખ્સે દુષ્કર્મનો ભોગ બનાવી...

આપણે ત્યાં તરસ્યા ને પાણી પીવડાવવું મોટું પુણ્ય માનવામાં આવે છે...પણ આ જ પુણ્ય કરવા જતા  એક બાળકી ને  દુષ્કર્મનો ભોગ બનવું પડ્યાની ઘટના સામે આવતા સમગ્ર હાલાર માં નરાધમ શખ્સ સામે ફિટકાર વરસી રહ્યો છે...ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ જામનગર નજીક આવેલ વિભાપર ગામે ગઈકાલે એક આઠ વર્ષની માસુમ બાળકી સરસ્વતી સ્કુલ નજીક પોતાની માતા સાથે હતી ત્યારે એક અજાણ્યા ઇસમેં તેની પાસે આવી અને પીવાના પાણી ની માંગણી કરતાં બાળકી એ તેને પીવા માટે પાણી આપ્યા બાદ બાળકીને લલચાવી ફોસલાવી અને બાળકીને રેલ્વે પાટા તરફ ઉઠાવી જઈ અને ત્યાં આઠ વર્ષની માસુમ બાળકી ને હવસ નો શિકાર બનાવી હોવાની ફરિયાદ બેડી મરીન પોલીસ મથકમાં નોંધાઈ હતી...

બેડીમરીન પોલીસ મથકમાં ગુન્હો નોંધાતા જ એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ પોલીસમથક ખાતે દોડી ગયા હતા...અને મળેલ સીસીટીવી ફૂટેજ ના આધારે એસપી સેજુળ એ જુદી જુદી આઠ ટીમો નું ગઠન કરી અને દુષ્કર્મ ના કેસને ઉકેલવા ગતરાત્રીના જ ટીમોને કામે લગાવતા ટીમો તપાસમાં લાગતા એટલું ચોક્કસ થયું કે બાળકી પર દુષ્કર્મ આચરનાર શખ્સ પોરબંદર નો અરવિંદ બાબુ દેવીપૂજક હોવાનું સ્પષ્ટ થઇ જતા પોલીસે અરવિદ ની શોધખોળ હાથ ધરતા એલસીબીના વશરામભાઈ આહીર અને જયુભા ઝાલા ને ચોક્કસ બાતમી મળી કે આ શખ્સ દુષ્કર્મ ની ઘટના બાદ પોરબંદર ભાગી છુટ્યો છે..તેથી જામનગર એલસીબીની ટીમે તેને પોરબંદર જઈ અને પોરબંદર પોલીસની મદદ થી ઝડપી પાડતા ચર્ચાસ્પદ બનેલ આ કેસનો ગણતરી ની કલાકોમાં જ ઉકેલ લાવવામાં પોલીસ ને સફળતા મળી છે.