લાયન્સ ક્લબ ઓફ જામનગર ઈસ્ટ દ્વારા સ્મશાનમાં ૧૮ ડસ્ટબીન મુકાયા

સ્મશાનમાં સ્વછતા

લાયન્સ ક્લબ ઓફ જામનગર ઈસ્ટ દ્વારા સ્મશાનમાં ૧૮ ડસ્ટબીન મુકાયા

mysamachar.in-જામનગર:

લાયન્સ ક્લબ ઓફ જામનગર ઈસ્ટ જામનગરના નાગરીકો માટે સેવાકીય પ્રવૃતિ કરતી એક ઇન્ટરનેશનલ સંસ્થા નો ભાગ છે. લાયન્સ ક્લબ ઓફ જામનગર ઈસ્ટ દ્વારા ક્લબ પ્રમુખ એમ.જે.એફ.લાયન એસ.કે.ગર્ગ પરિવારના આર્થિક સહયોગ દ્વારા સ્થીત પુણ્યલોક ગોકળદાસ ઠાકર રચિત આદર્શ સ્મશાન ખાતે ડસ્ટબીન નંગ ૧૮ નું સ્થાપન કરવામાં આવ્યું આ તકે સ્મશાન ભૂમિ-જગ્યામાં જૂના ડસ્ટબીન જર્જરિત હાલતમાં થઈ ગયેલ હતા તેની જગ્યાએ નવા સારી ક્વોલિટીના ડસ્ટબિન લગાવવામાં આવ્યા છે,

આ તકે લાયન્સ ક્લબ ઓફ જામનગર ઈસ્ટના પ્રમુખશ્રી એમ.જે.એફ.લાયન એસ.કે.ગર્ગ,નોબત દૈનિકના તંત્રી પ્રદીપભાઇ માધવાણી લાયન,નિરવભાઈ વડોદરીયા પુણ્યલોક ગોકળદાસ ઠાકર રચિત આદર્શ સ્મશાન ના પ્રમુખ દીપકભાઈ ઠાકર ઉપપ્રમુખ વિજયભાઈ ચૌહાણ,માનદમંત્રી દર્શન ઠક્કર વગેરે ઉપસ્થિત રહેલા.