ધ્રોલના આ કન્યા છાત્રાલયમાં ફૂડ પોઈઝ્નીગની અસર, 80 જેટલી વિદ્યાર્થીનીઓને હોસ્પિટલ ખસેડવી પડી..

આજે બપોરે ભોજન લીધા બાદ બગડી હતી તબિયત 

ધ્રોલના આ કન્યા છાત્રાલયમાં ફૂડ પોઈઝ્નીગની અસર, 80 જેટલી વિદ્યાર્થીનીઓને હોસ્પિટલ ખસેડવી પડી..

Mysamachar.in-જામનગર 

રાજકોટ–જામનગર હાઈવે ઉપર આવેલ જી.એમ.પટેલ કન્યા વિધાલયના છાત્રાલયમાં રહેતી વિધાર્થીનીઓએ આજે બપોરે ભોજન આરોગ્યા બાદ  ખોરાકી ઝેર જેવી અસર થવાથી તમામ વિધાર્થીનીઓ જેને આવી અસર પહોચી હતી તેને તત્કાલ સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી મચી જવા પામેલ હતી અને મોટી સંખ્યામાં દિકરીઓને ફુડપોઈઝનની જો કે તમામ દિકરીઓને સમયસર સારવાર મળી રહેતા હાલ તમામની તબિયત સ્થિર છે,

ધ્રોલ ખાતે આવેલ જી.એમ. પટેલ કન્યા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી વિધાર્થીનીઓને આજે બપોરે 1 વાગ્યે કન્યા છાત્રાલયમાં ભોજન લીધા બાદ ખોરાકી ઝેરી અસર થવાથી ઉલ્ટીની ફરીયાદો ઉઠતા સંસ્થામાં ભાગદોડ મચી જવા પામી હતી અને જોતા જોતા આ ખોરાકી ઝેરની અસર અંદાજે 80 જેટલી વિધાર્થીનીઓને લાગુ પડતા તમામને સારવાર માટે સ્થાનિક હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી.